Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ પોલીસે દશેરા પર શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કર્યું:SP ધર્મેન્દ્ર શર્મા સહિત અધિકારીઓએ જિલ્લા પોલીસની સુખાકારી, શક્તિ અને સામર્થ્ય માટે પ્રાર્થના કરી

    21 hours ago

    દશેરાના પવિત્ર દિવસે બોટાદ જિલ્લા પોલીસે શસ્ત્ર પૂજન કર્યું. બોટાદ શહેરના ખસ રોડ પર આવેલી એસપી કચેરી હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સહિત અધિકારીઓએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. આ પ્રસંગે DYSP મહર્ષિ રાવલ, DYSP એ. એ. સૈયદ, DYSP ચિંતન પટેલ, LCB PI પાવરા, SOG PI ડાવરા અને ટાઉન PI વસાવા સહિત ઘણા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા. દશેરા અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે, જ્યારે ભગવાન શ્રીરામે રાવણ પર વિજય મેળવ્યો હતો. આ દિવસે શક્તિના પ્રતીકરૂપે શસ્ત્રોનું પૂજન કરાય છે. આ પરંપરા મુજબ બોટાદ જિલ્લા પોલીસે પણ શસ્ત્રોની પૂજા કરી હતી. SP ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, દશેરાના પવિત્ર દિવસે શક્તિ સ્વરૂપ શસ્ત્રોનું પૂજન કરાયું. ભગવાનને પ્રાર્થના કરાઈ કે પોલીસના શસ્ત્રો હંમેશા સુરક્ષિત અને સક્ષમ રહે. જિલ્લા પોલીસને શક્તિ, બળ અને સામર્થ્ય મળે. આમ, દશેરાના પર્વે બોટાદ જિલ્લા પોલીસે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરીને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:રંગસુજલમ સોસાયટીમાં આઠમની મહાઆરતી અને મહાપ્રસાદ, ભક્તિભાવ સાથે માતાજીને વિદાય અપાઈ, ફાફડા-જલેબીનો પ્રસાદ પણ વહેંચાયો
    Next Article
    વલસાડના સિદ્ધનાથ મંદિરે નવરાત્રિના નવમા દિવસે દીકરી પૂજન:શિવજી મહારાજે આયોજન કર્યું, નારીશક્તિનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment