Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત બીટકોઈન કેસમાં તત્કાલિન SP જગદીશ પટેલને હાઇકોર્ટમાંથી જામીન:બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણીનો ગુનો નોંધાય'તો

    10 hours ago

    સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માગવાના ગુન્હામાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 આરોપીને દોષિત ઠરાવી અમદાવાદ ACB કોર્ટે ગત વર્ષે આજીવન કેદની સજા ફટકારી હતી. જે મામલે તમામ દોષિતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદાને પડકાર્યો છે. સાથે જ જામીન અરજી મૂકી હતી. જે પૈકી ગુજરાત હાઇકોર્ટે પહેલા અધિકારીઓના આદેશ ઉપર કામ કરનારા 9 પોલીસ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતાં. બાદમાં પૂર્વ MLA નલિન કોટડિયાને અને હવે પૂર્વ IPS જગદીશ પટેલને પણ જામીન આપ્યા છે. તત્કાલિન SP અને PI, કોન્સ્ટેબલો સહિત 14ને આજીવન કેદની સજા ફટકારી હતી આ મામલે ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદ ACB કોર્ટે નલિન કોટડિયા સહિત અમરેલીના તત્કાલિન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને PI અનંત પટેલ, કોન્સ્ટેબલો સહિત 14 આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ગુજરાત પોલીસ અને રાજકીય નેતાઓની સંડોવણી અત્યંત વિવાદીત અને ચર્ચાસ્પદ બની હતી. ACBની કોર્ટે આરોપીઓને સજા જાહેર કરવાની સાથે હોસ્ટાઈલ થયેલા 25 વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો. બિલ્ડરનું અપહરણ, 176 બિટકોઇન ટ્રાન્સફર આ કેસની વિગતો જોતા વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણીના મામલે કેસ નોંધાયો હતો. એક ફાયનાન્સ કંપનીમાં શૈલેષ ભટ્ટે બિટકોઇનમાં રોકાણ કર્યું હતું, જેના રૂપિયા ડૂબી ગયા હતાં. તેથી તેણે કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માગ્યા હતાં. શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખીને બીટ કનેક્ટ લિમિટેડના કર્મચારી અને હોદ્દેદારનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી બીટકોઈન, લાઈટ કોઈન તેમજ કરોડો રૂપિયા પડાવી લીધા હતાં. 34 બિટકોઈન વેચીને રૂ.2.35 કરોડ રોકડ ટ્રાન્સફર કર્યા'તા ત્યાર પછી આ કેસમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન PI અનંત પટેલની ટીમે સરકારી વાહનમાં શૈલેષ ભટ્ટનું 11મી ફેબ્રુઆરી, 2018માં અપહરણ કરીને ખંડણી વસૂલી હતી. અપહરણ કરનારાઓએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરીને 34 બિટકોઈન વેચાણ કરીને રૂ.2.35 કરોડ રોકડમાં આંગડિયામાં ટ્રાન્સફર કર્યા હતાં. કોર્ટમાં તબક્કાવાર કુલ 6 ચાર્જશીટ દાખલ કરી હતી આ મામલે શૈલેષ ભટ્ટે ગાંધીનગરમાં ફરિયાદ કરતા CID ક્રાઈમને તપાસ સોંપાઇ હતી. CID ક્રાઈમે તપાસ કરીને અમરેલીના પૂર્વ LCBના PI અનંત પટેલ, SP જગદીશ પટેલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 15 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં તબક્કાવાર કુલ 6 ચાર્જશીટ દાખલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભા ચૂંટણી-ઓડિશામાં BJP-BJDના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી:કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું- 3 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું, બિહાર કોંગ્રેસના 3 ધારાસભ્યોએ મતદાન કર્યું નહીં
    Next Article
    મહાવીર જન્મ કલ્યાણક પર PM મોદી ગાંધીનગર આવી શકે:31 માર્ચે જૈન મ્યુઝિમયનું લોકાર્પણ, જૈનાચાર્ય પદ્મ સાગર સુરિશ્વર મહારાજના જીવનપ્રસંગોને રજૂ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment