Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાવીર જન્મ કલ્યાણક પર PM મોદી ગાંધીનગર આવી શકે:31 માર્ચે જૈન મ્યુઝિમયનું લોકાર્પણ, જૈનાચાર્ય પદ્મ સાગર સુરિશ્વર મહારાજના જીવનપ્રસંગોને રજૂ કરશે

    9 hours ago

    ગાંધીનગરમાં મહાવીર જન્મ કલ્યાણકના પવિત્ર પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત થવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર 31 માર્ચે તેઓ ગાંધીનગર આવી જૈન સમાજ માટે તૈયાર કરાયેલા વિશિષ્ટ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ મ્યુઝિયમમાં જૈન આચાર્ય પદ્મસાગર સુરિશ્વર મહારાજના જીવનપ્રસંગો અને આધ્યાત્મિક યાત્રાનો વિશાળ સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે. ધાર્મિક કથાઓ દર્શાવતા ચિત્રોનો સમૃદ્ધ સંગ્રહ મ્યુઝિયમમાં પદ્મ સાગર સુરિશ્વર મહારાજના પદવિહારના અનુભવોને આધારે વિવિધ દસ્તાવેજો અને સ્મૃતિચિહ્નો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમણે જીવન દરમિયાન લગભગ 2.5 લાખ કિલોમીટરનો પદવિહાર કર્યો હતો, જે જૈન પરંપરામાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મ્યુઝિયમમાં મહારાજના હસ્તપ્રત ગ્રંથો, વિગ્નપ્તિ પત્રો, પ્રતિમાઓ, બ્રાસ કલા, તેમજ ધાર્મિક કથાઓ દર્શાવતા ચિત્રોનો સમૃદ્ધ સંગ્રહ રાખવામાં આવ્યો છે. તપશ્ચર્યાની પરંપરા અને આધ્યાત્મિક વારસાની ઝાંખી આ પ્રદર્શન દ્વારા જૈન ધર્મની પરંપરા, તપશ્ચર્યાની પરંપરા અને આધ્યાત્મિક વારસાની ઝાંખી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીની સંભવિત મુલાકાતને પગલે ગાંધીનગરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જો મુલાકાત નિશ્ચિત થશે તો મહાવીર જન્મ કલ્યાણકના દિવસે આ કાર્યક્રમ જૈન સમાજ માટે વિશેષ મહત્વનો બનશે.
    Click here to Read More
    Previous Article
    સુરત બીટકોઈન કેસમાં તત્કાલિન SP જગદીશ પટેલને હાઇકોર્ટમાંથી જામીન:બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણીનો ગુનો નોંધાય'તો
    Next Article
    "You Raised A Finger Here": Netanyahu's Sarcastic Reply To AI Photo

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment