Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ SPએ 126 પોલીસકર્મીઓની બદલી કરી:વહીવટી સરળતા માટે ASI, હેડ કોન્સ્ટેબલ અને મહિલા કર્મીઓનો સમાવેશ

    1 week ago

    વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ કર્યો છે. તેમણે એકસાથે 126 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. આ નિર્ણય વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે લેવાયો છે. બદલી કરાયેલા કર્મીઓમાં 8 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI), 82 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, તેમજ 36 મહિલા પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ તમામ કર્મીઓને તાત્કાલિક અસરથી નવી નિમણૂક પર હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. આ બદલીઓમાં વલસાડ સિટી, વલસાડ રૂરલ, વાપી ટાઉન, વાપી ઉદ્યોગનગર, પારડી, ધરમપુર, કપરાડા અને ડુંગરી જેવા મહત્વના પોલીસ સ્ટેશનોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. કેટલાક કર્મચારીઓને ફિલ્ડમાંથી ઓફિસ કામગીરીમાં તો કેટલાકને એક પોલીસ સ્ટેશનથી બીજા અંતરિયાળ પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરાઈ છે કે, આ તમામ બદલીઓ વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બદલી પામેલા તમામ 126 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી નવી જગ્યાએ હાજર થઈ રિપોર્ટ કરવા સૂચના અપાઈ છે. સામાન્ય રીતે આટલી મોટી સંખ્યામાં થતી બદલીઓને પોલીસ તંત્રને વધુ સજ્જ કરવાના ભાગરૂપે જોવામાં આવે છે. ખાસ કરીને પારડી અને વાપી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના ધારાસભ્યના નિવેદનથી ખુલાસો, સ્ટ્રેચર ખેંચવા સ્ટાફ પણ નથી: AAP:સિવિલ હોસ્પિટલની કથળી ગયેલી સ્થિતિ પર AAP નેતા પાયલ સાકરીયાએ ભાજપ સરકારને આડે હાથ લીધી
    Next Article
    ટ્રેન મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો:પિતા-પુત્રને ઠગે વાતોમાં ભેળવી નશીલો પદાર્થ પીવડાવી બેભાન કર્યા, સિમકાર્ડ- ATM મેળવી 1.22 લાખની ઠગાઈ આચરી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment