Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર SOGએ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો:મહેસાણાના બાવલુ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલ ₹25,000નું બાઇક કબજે

    8 hours ago

    સુરેન્દ્રનગર SOGએ મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. SOGએ ચોરીમાં સંડોવાયેલા એક આરોપીને ₹25,000ની કિંમતના ચોરાયેલા મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા SOGને શરીર સંબંધિત અને મિલકત વિરુદ્ધના અનડિટેક્ટેડ ગુનાઓ ઉકેલવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સૂચનાના અનુસંધાને, SOG સ્ટાફ લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મીતભાઈ દિલીપભાઈ મુંજપરાને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, મોશીનખાન મુજબખાન મલેક (રહે. ગેડીયા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર) નંબર પ્લેટ વગરનું, ચોરીનું ડીલક્સ કંપનીનું મોટરસાયકલ કારેલા ગામથી ગેડીયા ગામ તરફ લઈ જવાનો હતો. આ માહિતીના આધારે, SOG ટીમે કારેલા ગામથી ગેડીયા ગામ તરફ જતા કાચા માર્ગે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, હકીકત મુજબનો ઇસમ મોશીનખાન મુજબખાન જત-મલેક (ઉં.વ. 34, ધંધો ખેતી, રહે. ગેડીયા) મળી આવ્યો હતો. તેના કબજામાંથી હિરો કંપનીનું સફેદ અને લાલ પટ્ટાવાળું HF ડીલક્સ મોટરસાયકલ મળી આવ્યું હતું. આ મોટરસાયકલ પર આગળ-પાછળ નંબર પ્લેટ નહોતી અને તેના ચેસીસ નંબર પણ ભૂંસાયેલા હતા, જોકે એન્જિન નંબર HA1IEWM5J52005 સ્પષ્ટ હતો. મોશીનખાન પાસે મોટરસાયકલના અસલ આર.સી. બુક કે અન્ય કોઈ જરૂરી કાગળો ન હોવાથી, SOGએ ₹25,000ની કિંમતના આ મોટરસાયકલને BNSS કલમ 106 મુજબ કબજે કર્યું હતું. આરોપી મોશીનખાનને BNSS કલમ 35(1)e મુજબ અટકાયત કરીને વધુ કાર્યવાહી માટે લખતર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કાર્યવાહી દ્વારા મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીનો ગુનો સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, HC અનિરુદ્ધસિંહ અભેસંગભા, PC મીતભાઈ દિલીપભાઈ, PC અનિરુદ્ધસિંહ ભરતસિંહ અને ડ્રા.HC જગમાલભાઈ અંબારામભાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રોકાયેલા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બે પેડલર ઝડપાયા:સ્પોર્ટ્સ બાઇકમાં ગાંજો છુપાવી વેચતો બિહારી યુવક અને ચાની લારીની આડમાં ગાંજો વેચતા 70 વર્ષના વૃદ્ધા ઝડપાયા
    Next Article
    Gandhinagar News: કરોડો રૂપિયાના રોકાણકાર કૌભાંડમાં 2 આરોપીઓની ધરપકડ | Investment Scam | Dabhoda

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment