Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGમાં બદલી થતા વલસાડ PI ડી.ડી. પરમારને ભવ્ય વિદાય અપાઈ:શહેરીજનોએ ખભે બેસાડી સરઘસ કાઢ્યું, સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી

    1 week ago

    વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી. પરમારની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) માં બદલી થઈ છે. બે વર્ષ અને એક મહિનાના કાર્યકાળ બાદ તેમની બદલી થતા વલસાડના શહેરીજનોએ તેમને ભવ્ય વિદાય આપી હતી. આ વિદાય સમારોહમાં શહેરીજનોએ પીઆઈ પરમારને ખભે બેસાડીને શહેરના રસ્તાઓ પર સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન લોકોએ ફટાકડા ફોડી અને ફૂલહાર કરી તેમનું અભિવાદન કર્યું હતું. સાધુ-સંતો અને અગ્રણીઓની હાજરીમાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પોતાની બદલી અંગે પ્રતિક્રિયા આપતા ડી.ડી. પરમારે જણાવ્યું હતું કે, "છેલ્લા બે વર્ષ અને એક મહિનાથી હું વલસાડ સિટી PI તરીકે કાર્યરત હતો. વલસાડની જનતાએ જે પ્રેમ અને સહકાર આપ્યો છે તે હું આજીવન યાદ રાખીશ. તહેવારો હોય કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, વલસાડની શાંતિપ્રિય જનતાએ હંમેશા પોલીસને સાથ આપ્યો છે." પીઆઈ પરમારે વધુમાં ઉમેર્યું કે, પોલીસની નોકરીમાં સમયનું કોઈ ઠેકાણું હોતું નથી. આવા સમયે મારા પરિવારે, બાળકોએ અને પત્નીએ જે સહકાર આપ્યો છે તેના કારણે જ હું જનતાની સેવા કરી શક્યો છું. પોલીસ અધિકારી તરીકે ડ્યુટી બજાવવી અને જનતાનો વિશ્વાસ જીતવો એ જ સૌથી મોટી સફળતા છે. વલસાડ જિલ્લામાં જ તેમની બદલી થતા હવે તેઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના પીઆઈ તરીકે કાર્યભાર સંભાળશે. તેમની કામગીરી અને જનતા સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહારને કારણે શહેરીજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી અને તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાની 67% ટેક્સ રિકવરી:રૂ. 2559 કરોડની ડિમાન્ડ સામે 1732 કરોડની રિકવરી, સામૂહિક બદલીના કારણે રિકવરી રેટ ઓછો રહ્યાની ચર્ચા
    Next Article
    મોડાસામાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવા:પેટ્રોલપંપો પર લોકોની ભારે ભીડ, ઓઇલ કંપનીઓ દ્વારા પૂરતો સપ્લાય ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment