Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની 67% ટેક્સ રિકવરી:રૂ. 2559 કરોડની ડિમાન્ડ સામે 1732 કરોડની રિકવરી, સામૂહિક બદલીના કારણે રિકવરી રેટ ઓછો રહ્યાની ચર્ચા

    6 days ago

    સુરત મહાનગરપાલિકા અત્યારે તેના નાણાકીય વર્ષના અંતિમ તબક્કે મથામણ કરી રહી છે. પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, આ વર્ષે પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરાઓની વસૂલાતમાં ધાર્યો લક્ષ્યાંક પ્રાપ્ત થયો નથી. ગત વર્ષની સરખામણીએ આ વખતે ડિમાન્ડમાં મોટો વધારો થયો હોવા છતાં, વાસ્તવિક રિકવરીની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડિમાન્ડ વધી પણ તિજોરી ખાલી રહી સુરત મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ 2559 કરોડની ડિમાન્ડ ઉભી કરવામાં આવી હતી. જેની સામે માર્ચ મહિનાના અંત સુધીમાં માત્ર 1732 કરોડની રિકવરી થઈ શકી છે. જો આ આંકડાઓને ગત વર્ષ સાથે સરખાવવામાં આવે તો ચિત્ર કંઇક આવું જણાય છે ગત વર્ષ 2024-25 2390 કરોડની ડિમાન્ડ સામે 1720 કરોડની વસૂલાત થઈ હતી, જે કુલ ડિમાન્ડના 72 ટકા જેટલી હતી. ચાલુ વર્ષ 2025-26 રુપિયા 2559 કરોડની ડિમાન્ડ સામે રૂપિયા1732 કરોડ વસૂલાયા છે, જેની ટકાવારી આશરે 67.7 ટકા થાય છે. વસૂલાતની ટકાવારીમાં 4.3% નો ઘટાડો નોંધાયો આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વસૂલાતની ટકાવારીમાં આશરે 4.3% નો ઘટાડો નોંધાયો છે. જોકે, રકમની દ્રષ્ટિએ ગત વર્ષ કરતા 12 કરોડ વધુ વસૂલાયા છે, પરંતુ ડિમાન્ડમાં થયેલા 169 કરોડના તોતિંગ વધારાની સામે આ રિકવરી ખૂબ જ ઓછી માનવામાં આવી રહી છે. રિકવરી ઓછી થવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર પાલિકાના વર્તુળોમાં આ ઘટાડા અંગે ચર્ચાઓ તેજ બની છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં પાલિકાનો સ્ટાફ મિલકતો સીલ કરવાની અને નોટિસો ફટકારવાની કામગીરીમાં રાત-દિવસ એક કરી દેતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ રિકવરી ઓછી થવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. ચાલુ વર્ષ દરમિયાન વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે વિવિધ ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને વેરા વસૂલાત સાથે સંકળાયેલા સ્ટાફની મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી. નવા અધિકારીઓને જે-તે ઝોનની ભૌગોલિક સ્થિતિ, મોટા ડિફોલ્ટરોની યાદી અને બાકી લેણાંની સમજ મેળવવામાં ઘણો સમય વીતી ગયો. વહીવટી ફેરફારને કારણે રિકવરીની ગતિ જે ફેબ્રુઆરી-માર્ચમાં હોવી જોઈએ તે જળવાઈ શકી નહીં. ટેક્સ વસૂલાત માટે જે 'ડોર-ટુ-ડોર' કેમ્પેઈન પાલિકાનો મોટો સ્ટાફ SIRની અન્ય મહત્વની કામગીરીમાં રોકાયેલા રહ્યા હતા. વહીવટી પ્રોજેક્ટ્સ અને અન્ય સરકારી કાર્યક્રમોમાં સ્ટાફની વ્યસ્તતાને કારણે પ્રોપર્ટી ટેક્સ વસૂલાત માટે જે 'ડોર-ટુ-ડોર' કેમ્પેઈન થવું જોઈએ, તે થઈ શક્યું નથી.
    Click here to Read More
    Previous Article
    Large private companies see no growth in capex in FY27, shows government survey
    Next Article
    SOGમાં બદલી થતા વલસાડ PI ડી.ડી. પરમારને ભવ્ય વિદાય અપાઈ:શહેરીજનોએ ખભે બેસાડી સરઘસ કાઢ્યું, સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment