Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા SOG એ ચોરીની મોટરસાયકલ સાથે એક શખસને ઝડપ્યો:A ડિવિઝન પોલીસમાં નોધાયેલો અનડીટેક્ટ ગુનો ઉકેલાયો

    9 hours ago

    પંચમહાલ-ગોધરા SOG પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા SOGને સૂચના અપાઈ હતી. જેના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. તડવી અને તેમની ટીમ ગોધરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસ કોન્સ્ટેબલ હિતેશકુમાર આરતસિંહને મળેલી બાતમીના આધારે, કાંસુડી-કોટડા રોડ પરથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે લગભગ એક અઠવાડિયા પહેલાં ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ પાછળ રોડની બાજુમાં પાર્ક કરાયેલી આ મોટરસાયકલની ચોરી કરી હતી. પોલીસે ચોરીની મોટરસાયકલ કબજે લઈ આરોપીની ધરપકડ કરી છે. તેની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટની બે સગીર દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી:સાબરકાંઠાની 16 વર્ષની સગીરાને 26 સપ્તાહનો અને કચ્છની 17 વર્ષીયને 16 સપ્તાહનો ગર્ભ
    Next Article
    જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 3ની 28 જુલાઈએ પેટા ચૂંટણી યોજાશે:ભાજપના અકરમ કુરેશી અને કોંગ્રેસના અશરફ થઈમે ઉમેદવારી નોંધાવી, અબ્બાસ કુરેશીને હોદ્દા પરથી દૂર કરાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment