Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં નકલી સાધુઓ ઝડપાયા, લાખોની ઠગાઈનો પર્દાફાશ:SOGએ સાધુના વેશમાં બે ઠગોને 9.90 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા

    2 days ago

    અરવલ્લી જિલ્લામાં નકલી સાધુઓનો પર્દાફાશ થયો છે. જિલ્લા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ સાધુના વેશમાં ઠગાઈ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 9.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SOG ટીમને મળેલી બાતમીના આધારે મોડાસા-ધનસુરા હાઈવે પર રહિયોલ ફાટક પાસે એક ક્રેટા ગાડીને રોકવામાં આવી હતી. ગાડીમાં બેઠેલા બે ઇસમોની પૂછપરછ કરતા તેઓ બનાસકાંઠાના ધનીયાવાડા ગામના શિકાનાથ ધનાનાથ અને રામનાથ સમજુનાથ હોવાનું સામે આવ્યું હતું. ગાડીની તલાશી લેતા તેમાંથી 1 લાખ રૂપિયા રોકડા, સોના-ચાંદીના દાગીના, જુદી જુદી કંપનીના પાંચ મોબાઈલ ફોન, ઘી અને ચાના પાઉચ મળી આવ્યા હતા. વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે આ આરોપીઓ ધનસુરાના કોલવડા ગામમાં એક ભાઈના ઘરે જઈને સાધુ તરીકેનો પરિચય આપી અંધશ્રદ્ધા અને ઘરના દુઃખ નિવારણની લાલચ આપતા હતા. આ રીતે તેમણે તે ભાઈ પાસેથી જુદા જુદા સમયે રોકડ રૂપિયા અને સોના-ચાંદીના દાગીના, જેમાં સોનાની ચેઈન, વીંટી, બુટ્ટીઓ, ચૂની, કડી, લકી, પાંચ મોબાઈલ ફોન અને ક્રેટા ગાડી સહિત કુલ 9.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લીધો હતો. SOG પીઆઈ પી.બી. ચૌધરી અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમને વધુ કાર્યવાહી માટે ધનસુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ સાધુનો વેશ ધારણ કરીને ગામડે ગામડે ફરીને લોકોને ઘરના દુઃખ નિવારણની લાલચ આપી અંધશ્રદ્ધા ફેલાવીને લૂંટ ચલાવતા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની ચૂંટણીને લઈને EVM ની ફાળવણી:26 મી એપ્રિલના મતદાનના 10 દિવસ પૂર્વે EVM સીલ કરી પોલીસ પ્રોટેકશન સાથે 1014 મતદાન મથકો પર મોકલાયા
    Next Article
    એક કિલો શુદ્ધ ઘીમાંથી 15 કિલો 'ઝેર' બનાવતા:2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત; સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર રેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment