Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સતત બીજા દિવસે ડ્રગ ઝડપાયું:SOGએ ફ્રૂટના ધંધાર્થીને ઝડપી મેફેડ્રોન, ચરસ, હાયબ્રીડ અને સૂકા ગાંજાનો જથ્થો મળી કુલ 9.68 લાખનો મુદામાલ કબ્જે કરાયો

    1 day ago

    રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા સતત બીજા દિવસે માદક પદાર્થના જથ્થા સાથે નામચીન શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જંકશન વિસ્તારમાં રહેતા અને ફ્રૂટનો ધંધો કરતા રમેશ ઉર્ફે મુન્નાની ધરપકડ કરી તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ, ચરસ, હાઈબ્રીડ ગાંજો અને સૂકો ગાંજો મળી કુલ 9.68 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે પોલીસે કુખ્યાત પેડલર ટીકડા અને તેના મિત્રની અમદાવાદ હાઇવે પરથી મેફેડ્રોન ડ્રગ સાથે ધરપકડ કરવામાં આવી હતી. માદક પદાર્થ મળી કુલ 9.68 લાખનો મુદામાલ જપ્ત રાજકોટ શહેર SOG ટિમ પેટ્રોલિંગ હતી દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી રમેશ ઉર્ફે મુન્નો માદક પદાર્થ વેચવા માટે લાવ્યો છે જેથી પોલીસે લાલ બહાદુર વિસ્તારમાં આરોપીના ઘરે દરોડો કરતા તેના ઘરેથી માદક પદાર્થનો અલગ અલગ જથ્થો મળી આવ્યો હતો જેમાં મેફેડ્રોન ડ્રગ, ચરસ, હાઈબ્રીડ ગાંજો, અને સૂકા ગાંજાનો સમાવેશ થાય છે આ તમામ માદક પદાર્થ મળી કુલ 9.68 લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે એક શખ્સ પાસેથી લાવ્યો હોવાનું આરોપીનું રટણ પોલીસ દ્વારા રેડ દરમિયાન આરોપી પાસેથી 190 ગ્રામ MD, 98 ગ્રામ ચરસ, 80 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, અને 1.730 કિલો સૂકો ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ તમામ જથ્થો ક્યાંથી લાવ્યો એ અંગે પુછપરછ કરતા પ્રાથમિક પુછપરછમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે એક શખ્સ પાસેથી લાવ્યો હોવાનું રટણ આરોપી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે ખરેખર આ તમામ જથ્થો ક્યાંથી કેટલા રૂપિયામાં અને ક્યાં સમયે લાવ્યો એ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત અગાઉ ક્યારે આ રીતે જથ્થો લાવી વેચાણ કર્યું છે કે કેમ તે અંગે પુછપરછ હાથ ધરવામાં આવી છે. કુલ 9 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું પકડાયેલ આરોપી રમેશ ઉર્ફે મુન્નો ગુલવાણી વિરુધ્ધ અગાઉ હત્યા, હત્યાની કોશિશ મારામારી, જાનથી મારી નાખવા ધમકી, શારીરિક માનસિક ત્રાસ આપવા તેમજ પ્રોહિબિશન, તથા NDPSના મળી કુલ 9 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- બજાર વધઘટભર્યા કારોબાર સાથે બંધ થયું:નફાવસૂલીને કારણે શેરબજાર શરૂઆતમાં અંદાજે 600 પોઈન્ટ સુધી દબાણમાં રહ્યું હતું
    Next Article
    Messi's Teammate Reveals Story Behind His "Forget Everything" Speech

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment