Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં SOGની રેડમાં નસીલી દવાઓ મળી:નશાયુક્ત કોડીન સીરપ, ટ્રામાડોલ અને આલ્પ્રાઝોલમનો જથ્થો ઝડપાયો, 91 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો, સપ્લાયર વોન્ટેડ

    18 घंटे पहले

    વડોદરા શહેર SOG પોલીસે આજવા રોડ પર એક મકાન પર દરોડો પાડી નશાકારક કોડીનયુક્ત કફ સીરપ, ટ્રામાડોલ કેપસ્યુલ અને આલ્પ્રાઝોલમ ટેબ્લેટનો જથ્થો ઝડપી પાડ્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે અને 96 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ દવાઓ સપ્લાય કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે. વડોદરા SOG પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના આજવા રોડ સ્થિત સયાજીપાર્ક- દત્તનગર વિસ્તારમાં રહેતો સતનામસિંગ મગનસિંગ ઉર્ફે દયાલસિંહ સિકલીગર પોતાના મકાનમાં પ્રતિબંધિત નશાકારક કોડીન કફ સીરપ અને અન્ય નશાકારક દવાઓનો જથ્થો રાખી ગ્રાહકોને વેચાણ કરે છે. આ બાતમીના આધારે SOGની ટીમે મકાનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી 128 બોટલ કોડીન કફ સીરપ, ટ્રામાડોલ કેપસ્યુલ અને આલ્પ્રાઝોલમ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSLના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં આ દવાઓ નશાકારક અને પ્રતિબંધિત હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી સતનામસિંગે આ જથ્થો વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા હિરલ અજીતભાઈ પંડયા પાસેથી ખરીદ કરી પોતાના ઘરે સંતાડી રાખ્યો હતો અને ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરતો હતો. પોલીસે બંને સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. કોડીન કફ સીરપની 128 બોટલો, ટ્રામાડોલ કેપસ્યુલ, આલ્પ્રાઝોલમ ટેબ્લેટ, વેચાણની રોકડ રકમ, બે મોબાઇલ ફોન સહિત 96 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી અગાઉ દિલ્હી ખાતે ચોરીના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    બસની કેબિનનો કચ્ચરઘાણ પણ મહાદેવની મૂર્તિ સલામત:વડોદરાના કોટંબી સ્ટેડિયમ પાસે ડ્રાઇવર ટ્રકનું ટાયર ચેક કરતો હતો ને લક્ઝરી અથડાઈ, ઉંઘતા 7 પ્રવાસીઓને મોત આંબી ગયું
    Next Article
    Jamnagar Bomb Threat News | જામનગર મહાનગરપાલિકામાં બોમ્બ મુકાયાની ધમકી મળી | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment