Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં ખેતરમાંથી લાખોનો ગાંજો ઝડપાયો:SOGએ નસવાડીના પાલામાંથી 81 છોડ સાથે ખેતર માલિકને પકડ્યો, બજારકિંમત ₹50.42 લાખ

    8 hours ago

    છોટાઉદેપુર જિલ્લા એસ.ઓ.જી. (SOG) ટીમે નસવાડી તાલુકાના પાલા ગામે દરોડો પાડીને એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલ લાખો રૂપિયાની કિંમતનો વનસ્પતિજન્ય ગાંજો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે ખેતર માલિકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ના દરોડા મૂળ માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લા એસ.ઓ.જી.ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નસવાડીના પાલા ગામે આવેલા એક ખેતરમાં પ્રતિબંધિત વનસ્પતિજન્ય ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસે પાલા ગામના રવિશંકર અંબાલાલ ભીલના કબજા ભોગવટાવાળા ખેતરમાં અચાનક દરોડો પાડ્યો હતો. 100 કિલોથી વધુનો મુદ્દામાલ જપ્ત રેડ દરમિયાન પોલીસને ખેતરમાં ગેરકાયદે ઉગાડેલા ગાંજાના કુલ 81 છોડ મળી આવ્યા હતા. જેનું વજન કરતા કુલ 100.850 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹50,42,500 આંકવામાં આવી છે. પોલીસે આ મોટા પ્રમાણમાં મળી આવેલ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આરોપી સામે કાયદાકીય પગલાં પોલીસે ખેતરમાંથી પ્રતિબંધિત માદક પદાર્થનું વાવેતર કરવા બદલ ખેતર માલિક રવિશંકર અંબાલાલ ભીલની ધરપકડ કરી છે. આ મામલે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને ગાંજાનું આ વાવેતર ક્યાં અને કોના કહેવાથી કરવામાં આવ્યું હતું તથા આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતમાં વીજસંકટ!:સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી લોડશેડિંગથી ઉદ્યોગકારો લાલઘૂમ, ચેમ્બરે કહ્યું- '26 વર્ષમાં આવો એકતરફી નિર્ણય ક્યારેય નથી જોયો'
    Next Article
    આદિત્ય ગઢવી-હાર્દિક દવેના ગરબા વિવાદમાં કાજલ હિન્દુસ્તાની કૂદી પડી:'લઘુમતીઓને ઘરે બોલાવી તમારી બહેન-દીકરીઓ સાથે રમાડો, ભજન બંધ કરી કવાલી શરૂ કરી દો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment