Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી SOGએ 77 હજારનું અફીણ ઝડપ્યું:રાજસ્થાનથી લવાતા જથ્થા સાથે ચીખલીમાંથી એક પેડલરની ધરપકડ

    10 hours ago

    નવસારી પોલીસે નશાના કારોબાર સામે કડક કાર્યવાહી કરી છે. નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ચીખલી તાલુકામાંથી રાજસ્થાનથી લાવીને છૂટક વેચાણ કરવામાં આવતા અફીણના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 154.26 ગ્રામ અફીણ સહિત કુલ રૂપિયા 1.22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે, 29 મે 2026ના રોજ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ લાલજીભાઈ અને કોન્સ્ટેબલ રાહુલભાઈ ભવાનભાઈને માહિતી મળી હતી કે ચીખલી નહેર સામે આવેલી 'શ્રીદેવ અરીહંત ટ્રાવેલ્સ' નામની કરિયાણાની દુકાન સામે એક શખ્સ અફીણ વેચી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમે તુરંત દરોડો પાડી આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ બહાદુરલાલ અંબાલાલ ગુર્જર (ઉંમર 32, રહે. અભિષેક પાર્ક, સમરોલી, તા. ચીખલી, જી. નવસારી; મૂળ રહે. પરાગામ, તા. આસિન્દ, જી. ભીલવાડા, રાજસ્થાન) તરીકે થઈ છે. આરોપીએ કબૂલ્યું છે કે તે મૂળ રાજસ્થાનથી અફીણનો જથ્થો ગુજરાતમાં લાવી અહીં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ ₹1,22,530/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 154.26 ગ્રામ અફીણ (કિંમત ₹77,130/-), બે મોબાઈલ ફોન (કિંમત ₹35,000/-) અને રોકડ રકમ ₹10,400/-નો સમાવેશ થાય છે. આ કેસમાં અફીણ સપ્લાય કરનાર રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કરેડા તાલુકાના કરાડીયા ગામના રાજુ ગરાડીયા નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ગણદેવી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ’ અભિયાનની તૈયારીઓ:કાર્યક્રમના સફળ આયોજન માટે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
    Next Article
    સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓએ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં 41 મેડલ જીત્યા:કાતા અને કુમિતેમાં 12 ગોલ્ડ, 15 સિલ્વર, 14 બ્રોન્ઝ મેડલ મેળવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment