Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ‘વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ’ અભિયાનની તૈયારીઓ:કાર્યક્રમના સફળ આયોજન માટે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

    11 hours ago

    સુરેન્દ્રનગરના નમો કમલમ કાર્યાલય ખાતે શુક્રવારે સાંજે '12 વર્ષ - વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ' અભિયાનના કાર્યક્રમના સફળ આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા મહામંત્રી નરેશભાઈ પટેલ, મહાનગર પ્રમુખ દેવાંગભાઈ રાવલ, પ્રભારી પ્રતાપભાઈ ખાચર, ખેંગારભાઈ ડોડીયા, મીનાબેન સિંધવ, મેયર રાકેશભાઈ રાઠોડ, સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચપાનેરી, પીન્ટુબેન, સ્વાતિબેન માંડલિયા સહિત જિલ્લા મોરચાના પદાધિકારીઓ, શહેર ભાજપ ટીમના પદાધિકારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને શક્તિ કેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કાર્યક્રમની રૂપરેખા, વિવિધ આયોજકીય વ્યવસ્થાઓ અને જવાબદારીઓના વિતરણ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. કાર્યક્રમને ભવ્ય, સુવ્યવસ્થિત અને ઐતિહાસિક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત કાર્યકર્તાઓને સંગઠનની શક્તિ અને સમર્પણ સાથે કાર્ય કરીને કાર્યક્રમને સફળતાના નવા આયામો સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન પણ અપાયું હતું.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે અમદાવાદ ગ્રામ્યમાં જાગૃતિ કાર્યક્રમ:આરોગ્ય વિભાગ દ્વારા તમાકુના ગંભીર નુકસાન અંગે જનજાગૃતિ અભિયાન
    Next Article
    નવસારી SOGએ 77 હજારનું અફીણ ઝડપ્યું:રાજસ્થાનથી લવાતા જથ્થા સાથે ચીખલીમાંથી એક પેડલરની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment