Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનેક બીમારીનો ઈલાજ ગણાતા 'ઘી'માં જ ભેળસેળ !:રાજકોટ મનપા-SOGએ 'વોલ્ગા ઘી'માંથી 6 નમુનાઓ લઈ રૂ. 2.83 લાખનો જથ્થો જપ્ત કર્યો, ફૂડ વિભાગએ ડેરી પ્રોડક્ટ્સ, માવા અને મોદકનાં મળી કુલ 37 નમુના લીધા

    1 day ago

    રાજકોટનાં વોલ્ગા ઘીમાં SOG સાથે સંયુક્ત ચેકીંગ અને અન્ય સ્થળે મનપાનાં ફૂડ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સામાન્ય રીતે શુદ્ધ 'ઘી' અનેક બીમારીનો ઈલાજ ગણાય છે. પરંતુ તેમાં જ ભેળસેળ થતી હોવાની માહિતી મળતા ફૂડ વિભાગ અને SOGની ટીમે કેવડાવાડીનાં 'વોલ્ગા ઘી ડીપો'માં સોયાબીન ઓઈલ અને વનસ્પતિ ઘી મિક્સ કરીને બનાવાતા ભેળસેળયુક્ત ઘીના 6 સેમ્પલ ફૂડ વિભાગે લીધા હતા. અને SOGએ રૂ. 2,83,879નો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા ગણપતિ ઉત્સવને લઈ મોદક, માવા અને વિવિધ ડેરી પ્રોડક્ટ્સ મળી કુલ 37 નમુનાઓ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થશે તો વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વોલ્ગા ઘી ડીપો' પર SOG અને ફુડ વિભાગનો સંયુક્ત દરોડો તપાસની આ કાર્યવાહી દરમિયાન રાજકોટ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને મનપાના ફુડ વિભાગ દ્વારા કેવડાવાડી મેઇન રોડ પર આવેલ "વોલ્ગા ઘી ડીપો" માં સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં સોયાબીન ઓઈલ, વનસ્પતિ ઘી અને દૂધની બનાવટનું ઘી મિક્સ કરીને ભેળસેળયુક્ત ઘી તૈયાર કરી ગ્રાહકોને વેચવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ સ્થળેથી આરોગ્ય વિભાગ દ્વારા હોમમેડ કાઉ ઘી (500ml pkd), ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી (500 ml pkd), કામધેનુ પ્રીમિયમ ઘી (200 ml pkd) અને શુદ્ધ ઘી (લુઝ) ના 3 નમૂના મળી ઘીના કુલ 6 નમૂના લેવાયા હતા. SOG ટીમે સ્થળ પરથી રૂ. 2,83,879 ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો, વનસ્પતિ ઘીના ટીન, વિવિધ બ્રાન્ડના સ્ટીકરો અને પેકિંગના સાધનો જપ્ત કર્યા હતા. ગણેશ ચતુર્થી નિમિત્તે વિવિધ મીઠાઈઓના સેમ્પલ એકત્ર કરાયા ગણેશ ચતુર્થીના તહેવારને અનુસંધાને શહેરના વિવિધ વિસ્તારોમાંથી મીઠાઈઓનું વેચાણ કરતી પેઢીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગુરુકૃપા સ્વીટ્સમાંથી મોતીચૂર લાડુ, સાક્ષી ગૃહ ઉદ્યોગમાંથી મોતીચૂર લાડુ, શ્રી ગજાનંદ સોનપાપડી ગૃહ ઉદ્યોગમાંથી સોનપાપડી તથા મોતીચૂર લાડુના 2 નમૂના, શ્યામ ડેરી ફાર્મમાંથી ચુરમાના લાડુ અને સ્પેશિયલ મોદક, શિવશક્તિ ગૃહઉદ્યોગ (જડેશ્વરપાર્ક) માંથી મોતીચૂર લાડુ, રસધારા સ્વિટ્સ સ્નેક્સમાંથી મોદક લાડુ (ગુલકંદ) અને મોતીચૂર લાડુના 2 નમૂના, ગજાનંદ જોધપુર સ્વીટ ફરસાણમાંથી પાઈનેપલ તથા ચોકલેટ મોદક લાડુના 2 નમૂના, શિવશક્તિ ગૃહ ઉદ્યોગ (ભક્તિનગર) માંથી મોતીચૂર લાડુ, કૃપાનિધિ સ્વિટસમાંથી મોદક લાડુ તેમજ રસધારા સ્વીટ સ્નેક (કોઠારીયા) માંથી ગુલકંદ મોદક અને મોતીચૂર લાડુના 2 નમૂના લેવાયા હતા. આ ઉપરાંત તહેવારોમાં માવા અને ડેરી પેદાશોમાં થતી ભેળસેળ અટકાવવા માટે ફુડ વિભાગે ખાસ તપાસ હાથ ધરી હતી. માવાની ગુણવત્તા ચકાસવા અર્થે મેઘમિલન ડેરી પ્રોડક્ટ LLP, શ્રી તિરુપતિ ડેરી ફાર્મ, માટેલ સ્વીટ નમકીન અને જય યોગેશ્વર ડેરી ફાર્મમાંથી મીઠા માવાના લુઝ સેમ્પલ એકત્ર કરાયા હતા. આ ઉપરાંત કુંજ ડેરી ફૂડ પ્રોડક્ટસમાંથી VEER INDIAN SWEETS નો નમૂનો મેળવીને આગળની પૃથ્થકરણ કાર્યવાહી માટે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. શૈક્ષણિક સંસ્થાઓની હોસ્ટેલો અને છાત્રાલયોમાં કડક ચેકિંગ વિદ્યાર્થીઓને પીરસાતા ખોરાકની ચકાસણી માટે છાત્રાલયોમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી રોડ પરની સમરસ કુમાર છાત્રાલય (યુવરાજ કેટરર્સ) ને નોટિસ આપી ત્યાંથી મગનું શાક, રાઈસ, બટેટાની સબ્જી અને દાળના 4 નમૂના તથા કાલાવડ રોડ સ્થિત લોંજ બોયઝ હોસ્ટેલને નોટિસ આપી બેસન, મેંદો અને ઘઉંના લોટના 3 નમૂના લેવાયા હતા. આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાંથી મરચું અને હળદર પાવડરના 2 નમૂના તથા ગેલેક્સી હોસ્ટેલમાંથી મરચું પાવડર અને નાયલોન સેવના 2 નમૂના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. નિયમભંગ કરનાર પેઢીઓ સામે દંડકીય કાર્યવાહી અન્ય ધંધાકીય એકમો સામે કાર્યવાહી કરતા બહુચરાજી સ્વીટ નમકીન બેકરીમાંથી તારીખ વગરની ખોરી થયેલી 60 kg ખાજલીનો નાશ કરી રૂ. 1,000 નો દંડ વસૂલાયો હતો. ક્યુઝીન પ્રાઇવેટ લિમિટેડ (SARAZA) પાસેથી રૂ. 1,000, યુવરાજ કેટરીંગ પાસેથી રૂ. 3,000 તેમજ પેરેન્ટ્સ હોસ્ટેલ, શિવ બોયઝ હોસ્ટેલ, માધવ પી. જી. હોસ્ટેલ, જય રેસીડેન્સી હોસ્ટેલ અને શ્રીજી ગર્લ્સ હોસ્ટેલ પાસેથી પ્રત્યેક રૂ. 500 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે લાલ બાબુ એગ્સ સેન્ટર, મહાદેવ જનરલ સ્ટોર, કડવીબાઈ વિરાણી કન્યા છાત્રાલય અને કાન્તા સ્ત્રી વિકાસ ગૃહને અસ્વચ્છતા બાબતે નોટિસ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    લોટેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયેલી મહિલાની સોનાની ચેઈન ચોરાઈ:ભીડનો લાભ ઉઠાવી 1.40 લાખની કિંમતની ચેઈન ચોરી તસ્કર ફરાર
    Next Article
    ભાગડાવડા અને નાનકવાડા ગામે પીવાના પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત:વલસાડ તાલુકાના બંને ગામોમાં પાણીની સુવિધા વધારવા વિકાસકાર્યો શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment