Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા બે પકડાયા:SOG પોલીસે 5.58 લાખથી વધુનો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો

    1 day ago

    બોટાદ શહેરમાં લાયસન્સ વિના ફટાકડા વેચતા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોટાદ SOG પોલીસે કાર્યવાહી કરીને 5.58 લાખ રૂપિયાથી વધુનો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. SOG પોલીસે શહેરના ગોળ બજારમાં આવેલી એક દુકાનમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાંથી લાયસન્સ વિના રાખવામાં આવેલા અલગ-અલગ પ્રકારના ફટાકડા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 5,58,776 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે જેનતીભાઈ સોમાભાઈ ખાટ અને રીયાજ મનસુખભાઈ રફાઈ નામના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ફટાકડાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના વેચાણ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    14 વર્ષથી નાસતા-ફરતા આરોપીને શહેર B-ડિવિઝન પોલીસે દબોચ્યો:ઉદયપુરમાં વર્ષ 2013માં ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો, રામોસણા ચોકડીથી આરોપી ઝડપાયો
    Next Article
    ગોધરા નજીક ચાલુ ટ્રેનમાંથી પટકાતા 25 વર્ષીય યુવકનું મોત:સંતરોડ-ચંચેલાવ વચ્ચે અઝીમાબાદ એક્સપ્રેસમાંથી પડ્યો, તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment