Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં સ્પાની આડમાં ચાલતું કુટણખાણુ ઝડપાયું:SOGએ આવેદા ધ ફેમિલી સ્પામાં ગ્રાહક મોકલી છકટું ગોઠવ્યું, સંચાલક અને માલિક સહિત 5 યુવતીઓની ધરપકડ

    1 week ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સ્પાની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધાનો અરવલ્લી જિલ્લા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસે પર્દાફાશ કર્યો છે. મોડાસા-શામળાજી હાઈવે રોડ પર નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા એટલાન્ટા બિઝનેસ હબ કોમ્પ્લેક્સના બીજા માળે કાર્યરત 'આવેદા ધ ફેમિલી સ્પા'માં પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 5 યુવતીઓ સહિત સ્પાના સંચાલક અને માલિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડમી ગ્રાહક મોકલીને કરાયો પર્દાફાશ જિલ્લામાં સ્પાની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ભરવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ SOG અને AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ની ટીમ સતર્ક બની હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ સ્પામાં બહારથી મહિલાઓને બોલાવી, પુરુષ ગ્રાહકો પાસેથી નાણાં વસૂલીને ગેરકાયદેસર દેહવ્યાપાર ચલાવવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં એક ડમી ગ્રાહકને સ્પા ખાતે મોકલ્યો હતો. સંચાલકો દ્વારા દેહવ્યાપારની સંમતિ આપતાં જ પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો? આ મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધી ઇમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ જ્યોતિ સુજીતરાય સુલેન્દ્રરાય રોય (સ્પા સંચાલક): હાલ રહે. આવેદા ધ ફેમિલી સ્પા, મોડાસા (મૂળ રહે. નજબગઢ, દિલ્હી) ગોવિંદ પ્રભુ પુરી (સ્પા માલિક): મૂળ રહે. ખુંડાવાસ, રૂપવાસ, પાલી, રાજસ્થાન આ સફળ રેઇડ SOG પોલીસ ઇન્સ્પેક્ટર પી. બી. ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર એ. એચ. રાઠોડ અને AHTU ના પોલીસ ઇન્સ્પેક્ટર જી. આર. શર્માની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આ નેટવર્ક પાછળ અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જે ડોક્ટરે હોસ્પિટલ છોડી તેના નામે 76 ઓપરેશન થયા:સર્જરી કરવા માન્ય નથી તે તબીબે જીવ જોખમમાં મૂક્યા, એક દિવસમાં 3થી વધુ ઘૂંટણ બદલતા; જૂનાગઢની કે.જે. હોસ્પિટલનો ‘કાંડ’
    Next Article
    સાવલી-મુવાલ રોડ પર ઓટો અને ટ્રક વચ્ચે અકસ્માત, 1નું મોત:3 ઈજાગ્રસ્ત, એક્સિડન્ટ બાદ ડ્રાઇવર ફરાર; રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment