Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ SOGએ લોન પર મળેલા મોબાઈલના કૌભાંડનો પર્દાફાશ કર્યો:બોગસ બિલ બનાવી લોક ખોલી વેચતા 4 આરોપી રાધનપુરથી પકડાયા, 9 મોબાઈલ જપ્ત

    10 hours ago

    પાટણ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે આપવામાં આવેલી સૂચના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રાહકોને વિશ્વાસમાં લઈ લોન પર મોબાઈલ ખરીદ્યા બાદ તેના ખોટા AI જનરેટેડ બિલ બનાવી ફાઈનાન્સ કંપનીનું લોક ખોલાવી વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 5 આરોપીઓ સામે ગુનો નોંધી 4ની ધરપકડ કરી 2,65,000 રૂપિયાની કિંમતના 9 મોબાઈલ કબ્જે કર્યા છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી SOG પોલીસ ઇન્સ્પેક્ટર J.G. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે કેટલાક ઇસમો કાવતરું રચી સામાન્ય ગ્રાહકોને નાણાંની લાલચ આપી અલગ-અલગ દુકાનોમાંથી લોન પર મોબાઈલ અપાવતા હતા. ત્યારબાદ ફાઈનાન્સ કંપનીના હપ્તા ન ભરીને કંપની મોબાઈલ લોક કરે તે પહેલાં ખોટા AI જનરેટેડ બિલ બનાવી સર્વિસ સેન્ટર ખાતે રજૂ કરી એપ્લિકેશન લોક ખોલાવી લેતા હતા અને આ મોબાઈલો આગળ વેચી દેતા હતા. ઝડપાયેલા આરોપીઓ બાતમીના આધારે SOG શાખા દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી આ કૌભાંડમાં સામેલ 5 આરોપીઓ પૈકી 4 ની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત, આ પ્રકરણમાં નવીનભાઈ હેમચંદભાઈ ઠાકોર (રહે. નવા કમાલપુરા, સાંતલપુર) સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની કામગીરી અને જપ્ત કરાયેલો મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી 2,65,000 રૂપિયાની કિંમતના કુલ 9 મોબાઈલ ફોન જપ્ત કરી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી SOG PI J.G. સોલંકી, PSI D.K. ચૌધરી તથા સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલની 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનીંગ:રાત્રે ભોજન લીધા બાદ તબિયત લથડી, અયોગ્ય ભોજન અપાતું હોવાનો વાલીનો આક્ષેપ
    Next Article
    લાંઘણજમાંથી કેબલ ચોરી કરતી ટોળકીના 4 સાગરીત ઝડપાયા:તાંબાનો ભંગાર સહિત 2.65 લાખનો મુદ્દામાલ જપ્ત, 7 ગુનાનો ભેદ ઉકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment