Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ SOGનો સપાટો:ભાજપ લઘુમતી મોરચાના તાલુકા પ્રમુખના પોલ્ટ્રી ફાર્મમાંથી રૂ.3.84 લાખનો નવસાર ઝડપાયો, બેની ધરપકડ

    1 day ago

    રાજ્યમાં તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ ગેરકાયદે દારૂના ઉત્પાદન અને તેમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત વલસાડ SOGની ટીમે કલવાડા ગામની સીમમાં નહેર નજીક આવેલા એક પોલ્ટ્રી ફાર્મના શેડમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતા નવસારનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે SOGએ દરોડો પાડ્યો વલસાડ SOGના PSI વાય.પી. જડિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે કલવાડા ગામની સીમમાં કેનાલ નજીક આવેલા પોલ્ટ્રી ફાર્મના પતરાના શેડમાં પાસ-પરમિટ વગર નવસારનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં પ્લાસ્ટિકના મીણિયા કોથળામાં ભરેલો નવસારનો જથ્થો મળી આવ્યો હતો. રૂ.3.84 લાખનો નવસારનો જથ્થો જપ્ત દરોડા દરમિયાન પોલીસે 15,650 નવસારની સ્ટિક/પાટ ઝડપી પાડી હતી, જેની કિંમત રૂ.3,18,600 ગણવામાં આવી છે. આ ઉપરાંત 48 બોક્સમાં ભરેલો નવસાર પાવડર પણ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.65,400 છે. પોલીસે કુલ રૂ.3,84,000નો નવસારનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા કેમિકલ પદાર્થોના સેમ્પલ FSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બે આરોપીઓની ધરપકડ આ કેસમાં પોલીસે સેંગવા ગામના રહેવાસી સુલેમાન ઈબ્રાહીમ શેખ અને જાવેદ ઈબ્રાહીમ શેખની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સુલેમાન ઈબ્રાહીમ શેખ વલસાડ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હોવાનું સામે આવ્યું છે. જેના પગલે સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સપ્લાયર અને ખરીદનાર સહિત અન્ય આરોપીઓ વોન્ટેડ પોલીસ તપાસ દરમિયાન નવસારનો જથ્થો સપ્લાય કરનાર તરીકે જગદીશ કોલકાતાવાળા અને તલાસરી, મહારાષ્ટ્રના એક ઈસમની ભૂમિકા સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જથ્થો ખરીદનાર દિનેશ નાયકા, લતાબેન ધોડીયા, કાંતિલાલ ધોડીયા, સુમનબેન ધોડીયા અને કનુભાઈ નાયકા સહિત અન્ય આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. નવસારના નેટવર્કની કડી શોધવા તપાસ નવસારનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો, તેની સપ્લાય ચેઇન કેટલી વિસ્તરેલી છે અને દેશી દારૂના ઉત્પાદન સાથે તેની કડી ક્યાં સુધી જોડાયેલી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર નેટવર્કના અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે SOG દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાયગઢના વૈજનાથ મહાદેવ મંદિરે અનોખો શણગાર:ગામના યુવાનો દ્વારા મંદિરમાં જંગલ અને વરસાદનું દ્રશ્ય ઉભું કરાયું
    Next Article
    વડોદરામાં ગણેશોત્સવને લઈ પોલીસની પૂર્વ તૈયારીઓ:આગમન-વિસર્જન યાત્રામા ટ્રાફિક પર ખાસ ભાર મૂકવામાં આવશે, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment