Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ગણેશોત્સવને લઈ પોલીસની પૂર્વ તૈયારીઓ:આગમન-વિસર્જન યાત્રામા ટ્રાફિક પર ખાસ ભાર મૂકવામાં આવશે, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

    1 day ago

    આગામી ગણેશોત્સવને લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર્સ, પ્રતાપનગર ખાતે ગણપતિ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગણેશ મંડળોના આયોજકો સાથે મળેલી બેઠકમાં ગણપતિની આગમન યાત્રા, સ્થાપના દિવસ તેમજ વિસર્જન યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અંગે આયોજકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મ્યુઝિક સિસ્ટમ અને લાઉડસ્પીકરના નિયમોનું પાલન, ટ્રાફિક મેનેજમેન્ટ, ભીડ નિયંત્રણ અને સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગણેશ મૂર્તિના વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકાના સંકલનથી શહેરમાં 11 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. વિસર્જન દરમિયાન આ સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવનાને પગલે પાર્કિંગ, ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપનને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, ગણેશોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ, ગણપતિ આયોજકો અને વિવિધ સરકારી વિભાગો સંકલનથી કામગીરી કરશે. તહેવાર દરમિયાન વડોદરાની સાંસ્કૃતિક વિરાસત અને શહેરની છબી વધુ ઉજ્જવળ બને તે દિશામાં પણ પ્રયાસ કરવામાં આવશે. તહેવાર નજીક આવતાં વધારાના પોલીસ બંદોબસ્ત સહિતની સુરક્ષા વ્યવસ્થાની વધુ વિગતો પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ SOGનો સપાટો:ભાજપ લઘુમતી મોરચાના તાલુકા પ્રમુખના પોલ્ટ્રી ફાર્મમાંથી રૂ.3.84 લાખનો નવસાર ઝડપાયો, બેની ધરપકડ
    Next Article
    Sheikh Hasina Condoles Nepal Flood Deaths, Says Bangladesh Should Extend Help

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment