Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં SOG-ડોલવણ પોલીસની રેડ:334 ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો, સપ્લાયર વોન્ટેડ

    7 hours ago

    તાપી જિલ્લામાં નાર્કોટિક્સ અને ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ સામે જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને ડોલવણ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ગાંજાના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની આ રેડ દરમિયાન આરોપી મિલનકુમાર પટેલના કબજામાંથી ૩૩૪ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 16,700/- થાય છે. આ ઉપરાંત, ગુનામાં વપરાતો મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000/-), વજનકાંટો (કિંમત રૂ. 200/-) તેમજ પેકિંગ માટે રાખવામાં આવેલી ઝીપ બેગ્સ સહિત કુલ રૂ. 21,900/- ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ નશીલો પદાર્થ તેને કોણે સપ્લાય કર્યો હતો તે અંગે ખુલાસા થયા છે, જેથી ગાંજો આપનાર મુખ્ય સપ્લાયરને પોલીસ દ્વારા 'વોન્ટેડ' જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિઝ એક્ટ (NDPS Act, 1985) ની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.. હાલ આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેની પાછળ અન્ય કોણ સંડોવાયેલ છે તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ ડોલવણ પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેમિકાને ત્રાસ આપતા પતિને પ્રેમીએ મારી ખાડામાં દાટી દીધો:જામનગરમાં 2 વર્ષ પહેલા ગુમનોંધનું ‘રહસ્યમ’ હત્યામાં ખૂલ્યું; અવશેષો કાઢવા ખોદકામ શરૂ કરાયું
    Next Article
    बिजनौर में हुए प्रबल हत्याकांड में कोर्ट का आदेश, सात लोगों को लिया गया तुरंत हिरासत में

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment