Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGનો દરોડો:મુન્દ્રામાં હોટલના રૂમમાંથી 3 શખ્સો 3.60 લાખના હેરોઈન સાથે ઝડપાયા

    8 hours ago

    મુંદરામાં પોર્ટ રોડ પર આવેલી હોટલ ટીજીઆરના રૂમ નંબર 25માં એસઓજીએ દરોડો પાડીને 18 ગ્રામ માદક પદાર્થ હેરોઈન સાથે પંજાબ અને હરિયાણાના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. એસઓજીના પીઆઈ એ.ડી. પરમાર અને એમ.આર. સકોરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે, ભીન્ડે બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આવેલી હોટલમાં કેટલાક શખ્સો ડ્રગ્સ સાથે રોકાયા છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દરોડો પાડતા ત્યાંથી સંદિપસિંગ ધરમસિંગ (રહે. ફિરોજપુર, પંજાબ), સતનામસિંગ જસવીરસિંગ (રહે. ફિરોજપુર, પંજાબ) અને મનજીતસિંગ ઇશ્વરસિંગ (રહે. સિરસા, હરિયાણા) મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી 3.60 લાખની કિંમતનું 18 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આ સાથે વજનકાંટો, મોબાઈલ સહિત 3.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી મનજીતસિંગ મુંદરામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે પોતે નશાનો બંધાણી છે. તેને ડ્રગ્સની સપ્લાય પૂરી પાડવા માટે સંદિપ અને સતનામ ખાસ પંજાબથી મુંદરા આવ્યા હતા. પોલીસને સ્થળ પરથી બે ઈન્જેક્શન પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ આ શખ્સો લિક્વિડ ફોર્મમાં નશો કરવા માટે કરતા હતા. જોકે, પોલીસ ત્રાટકી ત્યારે ડ્રગ્સ હજુ પાવડર ફોર્મમાં જ હતું. ત્રણેય વિરુદ્ધ મુંદરા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    એ… એ… એ… મોબાઈલ ગયો!:ત્રણ-ત્રણ મહિલા પોલીસથી કાર્યકર ના ઉપડ્યા; સચિવાલયના કર્મચારીઓની માગણીએ સરકારને ભેરવી દીધી
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:કચ્છમાં ‘ઈંધણ ઈમરજન્સી’: સામાન્ય નાગરિકો માટે ‘નો સ્ટોક’, ‘સેટિંગ’ વાળા ગ્રાહકોને રાતોરાત જથ્થો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment