Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી SOGનો સપાટો:માલપુરના ઉભરાણમાં વૃદ્ધાને વિશ્વાસમાં લઈ 2.50 લાખના કડલા પડાવનાર 2 ઠગ ઝડપાયા

    13 hours ago

    માલપુરના ઉભરાણમાં ત્રણ ગઠિયાઓ વૃદ્ધાને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી આશરે 1 કિલો વજનના ચાંદીના કડલા પડાવી લીધા હતા. આ આઘાત સહન ન થતાં વૃદ્ધાએ પોતાના ઘરે જઈ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. અતિ ચકચારીભરી આ ઘટનામાં અરવલ્લી SOGએ બાતમી આધારે મોડાસાના સર્વોદયનગર ડુંગરી પાસેથી બે રીઢા ઠગ આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 1 કિલો ચાંદી, એક્ટિવા મળી 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં એક આરોપી હજુ ફરાર હોઇ તેને પકડવાનો બાકી છે. SOG પીઆઈ પી.બી. ચૌધરી અને તેમની ટીમે પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી કરી હતી. મોડાસા સર્વોદયનગર ડુંગર તરફથી એક્ટિવા નંબર GJ-31-AB-5480 પર આવી રહેલા બે શખ્સો દેવાભાઈ ઉર્ફે ભાટીયા સલાટ અને દિલીપભાઈ સલાટને અટકાવી તેમની ઝડતી લેતાં તેમની પાસેથી 2.50 લાખની કિંમતના 1 કિલો ચાંદીના કડલા મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે તેમના અન્ય એક મિત્ર અર્જુન ઉર્ફે અજય રાઠોડ સાથે મળીને ઉભરાણ ગામની વૃદ્ધાને ઠગીને આ કડલા પડાવ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી ઉંમરલાયક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ દાગીના પડાવી લેવાની છે. પોલીસે કુલ 3 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પકડાયેલા બે આરોપીઓ‎ 1. દેવાભાઇ ઉર્ફે ભાટીયા ધીરાભાઇ સલાટ ,2. દિલીપભાઇ મોહનભાઇ સલાટ બંને રહે.સર્વોદય નગર ડુંગરી, મોડાસા ફરાર આરોપી 1. અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ (સલાટ) હાલ. રહે. સર્વોદય નગર ડુંગરી, મોડાસા, મૂળ રહે. અમદાવાદ કુબેરનગર
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસીસ:વ્યારામાં ‘ચૂંટણી જંગ’, કોઈ કરોડોનો‎આસામી તો કોઈ પાસે સોનાના નામે 0‎
    Next Article
    દુર્ઘટના:ઉમરાળા પાસે રિક્ષા-પીકઅપ વાહન વચ્ચે અકસ્માતમાં રિક્ષાચાલક યુવાનનું મોત : 2ને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment