Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં SOGએ 24.95 ગ્રામ સિન્થેટિક ડ્રગ્સ ઝડપ્યું:'NO DRUGS' અભિયાન હેઠળ એક આરોપીની ધરપકડ

    11 hours ago

    ભરૂચ જિલ્લામાં "NO DRUGS IN BHARUCH" અભિયાન અંતર્ગત પોલીસની કાર્યવાહી વધુ સઘન બની રહી છે. આ અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ટીમે 24.95 ગ્રામ સિન્થેટિક ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. એસઓજી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે, જોલવા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ઈસમ પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બિહારના રહેવાસી અભિનંદનકુમાર વિજય રામદેવ ચૌબે નામના વ્યક્તિને ઝડપી લીધો હતો. આરોપીની તલાશી લેતા તેની પાસેથી આશરે 24.95 ગ્રામ નાર્કોટિક્સ સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તે આ માદક પદાર્થ 'ફૈસલ' નામના વ્યક્તિ પાસેથી ખરીદીને ભરૂચ શહેરમાં છૂટક વેચાણ કરવા માટે લઈ જઈ રહ્યો હતો. પોલીસે આ કાર્યવાહી દરમિયાન એક મોટરસાયકલ અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કેશોદમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સહિત 4 સામે પોલીસ ફરિયાદ:યુવાનને આંતરી જાનથી મારી નાખવાની ધમકી આપી, હથિયારબંધીના જાહેરનામાનો કર્યો ભંગ
    Next Article
    સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું:વરાછામાં સગીરાને ભગાડી વતન લઈ જનાર રત્નકલાકાર જેલના સળિયા પાછળ, પોલીસે પોક્સો હેઠળ આરોપીને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment