Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર ગેરકાયદે ગેસ રીફિલિંગનો પર્દાફાશ:SOGની રેડમાં બે દુકાનમાંથી 127 સિલિન્ડર જપ્ત;વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 સામે ગુના નોંધાયા

    5 days ago

    મોરબી SOG ટીમે વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર બે દુકાનોમાં દરોડા પાડી ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે દરોડા દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી કુલ 127 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે બે અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાદેવ કિરાનામાંથી મોટો મુદ્દામાલ જપ્ત પ્રયાગ પ્લાઝા-2 માં આવેલા મહાદેવ કિરાના ભંડારમાંથી અયાજ અબ્દુલકરીમ મેમણ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યાંથી 81 ખાલી અને 12 ભરેલા સિલિન્ડર સહિત રીફિલિંગના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ સ્થળેથી કુલ ₹1,82,450 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે આ કેસમાં પ્રશાંત ભરવાડ નામનો અન્ય આરોપી હાલ ફરાર છે. ઉમી ગેસ એજન્સી પર પણ દરોડો ખોડિયાર-2 ચેમ્બરમાં આવેલી ઉમી ગેસ એજન્સીમાં દરોડો પાડીને પોલીસે અમીન અબ્દુલકરીમ મેમણની અટકાયત કરી હતી. અહીંથી 28 ખાલી અને 5 ભરેલા સિલિન્ડર તેમજ રીફિલિંગના સાધનો મળી આવ્યા હતા. પોલીસે ₹75,450 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને બંને આરોપીઓ સહિત તમામ સામાન આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં 7.69 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:કારમાંથી દારૂ-બીયરની 2,061 બોટલ કબજે, બે આરોપી ઝડપાયા, 6 વોન્ટેડ
    Next Article
    Ahmedabad News | અમદાવાદના બાપુનગરમાં લુખ્ખા તત્વો બેફામ । Crime News | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment