Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં 7.69 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:કારમાંથી દારૂ-બીયરની 2,061 બોટલ કબજે, બે આરોપી ઝડપાયા, 6 વોન્ટેડ

    5 days ago

    સાબરકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હિંમતનગર નજીક સુરજપુરા ગામ પાસે રેલવે અંડરબ્રિજ પાસેથી 7.69 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો છે. એક કારમાંથી દારૂ અને બીયરની કુલ 2,061 બોટલ કબજે કરાઈ હતી. પોલીસે બે આરોપીઓને પકડ્યા છે, જ્યારે અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસ મહાનિદેશક જી.એસ. મલિકની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સિસોદિયાની ટીમે આ દરોડો પાડ્યો હતો. દરોડામાં દારૂ-બીયર, એક વાહન સહિત કુલ 17,79,766 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં આઠ લોકો સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. પકડાયેલા આરોપીઓમાં બસંતીલાલ રામાજી અહારી (લક્ષ્મણપુરા, ઉદયપુર) અને દશરથ રમેશભાઈ ભીલ (પ્રાંતિજ) સામેલ છે. ફરાર આરોપીઓમાં ગોવિંદભાઈ, વીનસા, મેહુલ, લક્ષ્મણ ઉર્ફે કાળુ સિંધી રામચંદાણી (પ્રાંતિજ), રામભાઈ મારવાડી (પ્રાંતિજ) અને ક્રેટા ગાડી નો માલિકનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    EAAA ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સ લિમિટેડનો IPO 26 ઓક્ટોબરે ખુલશે:પ્રતિ ઇક્વિટી શેર પ્રાઇસ બેન્ડ રૂ.1,585 - રૂ.1,665 નક્કી કરવામાં આવી
    Next Article
    વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર ગેરકાયદે ગેસ રીફિલિંગનો પર્દાફાશ:SOGની રેડમાં બે દુકાનમાંથી 127 સિલિન્ડર જપ્ત;વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 સામે ગુના નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment