Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશાકારક કફ સિરપના રેકેટનો પર્દાફાશ:SOGએ 119 બોટલો સાથે એકને ઝડપ્યો, પાનના ગલ્લાવાળા સહિત 4 સામે ગુનો

    22 hours ago

    શહેરમાં પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા તત્વો સામે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મોટી કાર્યવાહી કરી છે. એસઓજીની ટીમે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડીને વડવા તલાવડીના એક શખ્સને કોડીન ફોસ્ફેટ કફ સિરપની 119 બોટલો સાથે રંગેહાથ ઝડપી લીધો છે. પકડાયેલા શખ્સની પૂછપરછમાં અમરેલીથી મંગાવાતા કફ સિરપ અને સ્થાનિક પાનના ગલ્લા પરથી ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ચિત્રા GIDCમાં ઢાબા નજીકથી ઝડપાયો આરોપી એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વડવા તલાવડી વિસ્તારમાં રહેતા કુલદીપ ભરતભાઈ કોલાદરા અને હાર્દિક મુકેશભાઈ ડાભી નામના શખ્સો ચિત્રા જીઆઈડીસીમાં આવેલા 'શેરે પંજાબ ઢાબા'ની આસપાસ નશાકારક કફ સિરપનો જથ્થો રાખીને તેનું છૂટક વેચાણ કરી રહ્યા છે. આ માહિતીના આધારે SOGએ પંચોને સાથે રાખીને ઓચિંતી રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી કુલદીપ ભરતભાઈ કોલાદરા (ઉંમર 26, રહે. વડવા તલાવડી, ભાવનગર) ને આંતરી લીધો હતો. તેની તલાશી લેતા કાયદેસરના આધાર-પુરાવા વિનાની ‘કોડીન ફોસ્ફેટ’ (Codeine Phosphate) ઘટક ધરાવતી નશાકારક કફ સિરપની 119 બોટલો મળી આવી હતી. પોલીસે ₹11,662ની કિંમતનો સિરપનો જથ્થો અને ₹5000નો મોબાઈલ મળી કુલ ₹16,662નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉદ્યોગનગરના પાનના ગલ્લેથી થતું હતું નેટવર્ક ઓપરેટ ઝડપાયેલા આરોપી કુલદીપની કડક પૂછપરછ દરમિયાન આ આખા નેટવર્કની ચોંકાવનારી કડીઓ સામે આવી હતી. તેણે કબૂલાત કરી હતી કે, તે અને તેનો મિત્ર હાર્દિક ડાભી બંને મળીને ઉદ્યોગનગર વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવતા મિલન ધર્મેન્દ્રભાઈ સોલંકીના સંપર્કમાં હતા. મિલન સોલંકી પોતાના પાનના ગલ્લા પરથી આ કફ સિરપનું બિનઅધિકૃત વેચાણ કરતો હતો અને તેણે જ કુલદીપ તથા હાર્દિકને આ જથ્થો છૂટકમાં વેચવા માટે આપ્યો હતો. અમરેલીના લાઠીથી જોડાતા હતા તાર પોલીસ તપાસમાં આ રેકેટના તાર છેક અમરેલી જિલ્લા સુધી લંબાયા હોવાનું ખુલ્યું છે. પાનના ગલ્લાવાળા મિલન સોલંકીએ નશાકારક કફ સિરપનો આ મોટો જથ્થો અમરેલીના લાઠી તાલુકાના ચાંવડ ગામે રહેતા અશોક આહીર નામના સપ્લાયર પાસેથી મંગાવ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. અશોક આહીર જ આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સોર્સ હોવાનું મનાઈ રહ્યું છે. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ આ સમગ્ર હકીકત સામે આવ્યા બાદ SOG પોલીસે બોરતળાવ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ રેકેટમાં સામેલ કુલદીપ ભરતભાઇ કોલાદરા, હાર્દિક મુકેશભાઈ ડાભી, મિલન ધર્મેન્દ્રભાઈ સોલંકી અને અશોક આહીર વિરુદ્ધ 'નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ' (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોંઘવારી-NEET કૌભાંડ સામે યુથ કોંગ્રેસનો વિરોધ:રાજકોટનાં પેટ્રોલ પંપ ઉપર લોકોને મેલોડી ચોકલેટ અને ઝાલમુરી વહેંચી આક્રોશ ઠાલવ્યો, રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી
    Next Article
    GT vs RR LIVE Cricket Score, IPL 2026 Qualifier 2: Rabada sends back Jurel, Rajasthan (13/2) vs Gujarat at Mullanpur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment