Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી કોલ સેન્ટરનો માસ્ટરમાઈન્ડ હરિયાણાથી ઝડપાયો:SOGએ 1000થી વધુ IP એડ્રેસ ટ્રેસ કરી સફળતા મેળવી, વાઇ-ફાઇ કોલિંગથી ગેંગ વિદેશીઓને ગિફ્ટકાર્ડના નામે છેતરતી

    5 days ago

    વાપીના ડુંગરા વિસ્તારમાં 11 જૂનના રોજ ઝડપાયેલા હાઇટેક ઇન્ટરનેશનલ ગેરકાયદેસર કોલ સેન્ટર કેસમાં વલસાડ એસઓજી (SOG) ટીમે મોટી સફળતા મેળવી છે. આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર, ગિફ્ટ કાર્ડ રીડીમ કરનાર અને ગેરકાયદેસર સર્વર ઉપલબ્ધ કરાવનાર આરોપી યુવરાજ સુરેન્દ્રકુમાર સલુજા (ઉંમર 33)ને પોલીસે હરિયાણાના રોહતકથી ઝડપી પાડ્યો છે. આરોપી સુધી પહોંચવા માટે પોલીસે 1000થી વધુ IP એડ્રેસનું ટેકનિકલ વિશ્લેષણ કરી જટિલ તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં માત્ર એક ચાઇનીઝ એપ્લિકેશનનો વર્ચ્યુઅલ નંબર જ ઉપલબ્ધ હતો. વિદેશી કંપનીઓ તરફથી જરૂરી માહિતી ન મળવા છતાં એસઓજી ટીમે IPDR ડેટા, વર્ચ્યુઅલ નંબર અને વેબસાઇટ્સના ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીનું લોકેશન રોહતક ટ્રેસ કર્યું હતું. ત્યારબાદ એસઓજી ટીમ હરિયાણા પહોંચી આરોપીની ધરપકડ કરી લાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરી વાપી જીઆઇડીસી (GIDC) પોલીસને સોંપ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ માત્ર વાઇ-ફાઇ કોલિંગ દ્વારા વિદેશી નાગરિકોનો સંપર્ક કરી ગિફ્ટ કાર્ડના નામે છેતરપિંડી કરતી હતી. ગિફ્ટ કાર્ડ રીડીમ કરાવવાની અને સર્વર પ્રોવાઇડ કરવાની મુખ્ય ભૂમિકા યુવરાજ સલુજાની હતી. આરોપીએ અન્ય વ્યક્તિઓના નામે મેળવેલા બોગસ કોન્ટેક્ટ નંબરનો ઉપયોગ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ડીવાયએસપી (DySP) એ.કે. વર્માએ નાગરિકોને અપીલ કરી છે કે, રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે શંકાસ્પદ રીતે ચાલતા કોલ સેન્ટર કે અજાણી અવરજવર નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. આ સમગ્ર ઓપરેશનમાં પીઆઇ (PI) ડી.ડી. પરમાર, પીએસઆઇ (PSI) એસ.આર. સુસલાદે, આઇટી એક્સપર્ટ પ્રિતેશકુમાર પટેલ તેમજ એસઓજી અને એલસીબી (LCB)ની ટેકનિકલ ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    બાયપાસ પર રોડ ક્રોસ કરતા સર્જાયો જીવલેણ અકસ્માત.:કેશોદના કેવદ્રા બાયપાસ પર સોમનાથ-જેતપુર હાઇવે ક્રોસ કરી રહેલા ટુ-વ્હીલરને ફોર-વ્હીલરે ટક્કર મારતા 60 વર્ષીય વૃદ્ધનું કમકમાટીભર્યું મોત.
    Next Article
    How to get rid of musty smells from furniture during the rainy season

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment