Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ SMVS મંદિરે સ્વામિનારાયણ ભગવાનનો 245મો પ્રાગટ્ય મહોત્સવ:સ્વામીના સાનિધ્યમાં હરિભક્તોએ આધ્યાત્મિક લાભ લીધો

    17 hours ago

    પાટણ શહેરમાં SMVS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધપુર રોડ પર આવેલા આ મંદિરમાં સ્વામીના પાવન સાનિધ્યમાં હરિભક્તોને આધ્યાત્મિક લાભ મળ્યો હતો.મહોત્સવ નિમિત્તે મંદિર પરિસરને આકર્ષક લાઈટિંગ અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિમય બની ગયું હતું. સાંજે આયોજિત સભામાં સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્ર અને તેમના ઉપદેશો અંગે કથા-વાર્તા કરી. હરિભક્તોએ આ કથા-વાર્તાનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભગવાન શ્રી સ્વામિનારાયણના હિંડોળા દર્શન, ભજન-કીર્તન, મહાઆરતી અને વિશેષ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભાવભેર દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન પાટણ સંસ્થાના અદભુત સ્વામી, અન્ય સંતો અને સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    SR લુથરાના આસિસ્ટન્ટ પ્રોફેસર આશિષકુમાર પાટીલ PhD થયા:વીર નર્મદ યુનિવર્સિટીએ મેનેજમેન્ટ વિષયમાં ડિગ્રી એનાયત કરી
    Next Article
    Gold and silver prices continue to fall today | સોના-ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો | Today Price

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment