Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMCની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા!:VIP રોડ પર સ્થાનિકોનો પાણીમાં બેસી વિરોધ; ‘ભ્રષ્ટ વહીવટ બંધ કરો’ના નારા લાગ્યાં

    1 day ago

    દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાના ચોમાસા પૂર્વેની તૈયારીઓના દાવાઓ બે ઈંચ વરસાદમાં જ ધોવાઈ ગયા છે. સુરત શહેરમાં ચોમાસાની વિધિવત ધમાકેદાર એન્ટ્રી થતાંની સાથે જ પાલિકા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. 7 જુલાઈએ પૂરની સ્થિતિ બાદ આજે માત્ર બે ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ શહેરના વીઆઈપી રોડ સહિતના પોશ વિસ્તારો અને અન્ય ઝોન જળબંબોળ બન્યા છે. પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરનાર શાસકો અને અધિકારીઓની લાપરવાહી સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વીઆઈપી રોડ પર જનતાનો હલ્લાબોલ શહેરના સૌથી મોંઘા અને પોશ ગણાતા વેસુ વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ કફોડી જોવા મળી હતી. વેસુ વીઆઈપી રોડ પર આવેલા સંગિની ઇવોક બિલ્ડિંગ પાસે પાણી ભરાઈ ગયા હતા. પાલિકાની આ પ્રકારની ઘોર બેદરકારીથી કંટાળેલા અને રોષે ભરાયેલા સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકો રસ્તા પર જ ભરાયેલા પાણીમાં વિરોધ કરવા બેસી ગયા હતા. ભારે આક્રોશ સાથે સ્થાનિકોએ પાલિકા તંત્ર વિરુદ્ધ "હાય રે એસએમસી હાય હાય" અને "ભ્રષ્ટ વહીવટ બંધ કરો"ના સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કરોડો રૂપિયાના ટેક્સ વસૂલતી પાલિકા સામાન્ય વરસાદમાં પણ પાણીના નિકાલની યોગ્ય સુવિધા આપી શકતી નથી, તો આને સ્માર્ટ સિટી કેવી રીતે કહી શકાય? અહીં પાણી ભરાવાની સમસ્યા વારંવારની છેઃ વિષ્ણુ પટેલ સ્થાનિક વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, અહીંયા પાણી ભરાવાની સમસ્યા જૂની છે. નાનામાં નાની ગટર પણ ચોકઅપ છે, જેનો કોઈ નિવેડો આવતો નથી. અડધા ઈંચ વરસાદની અંદર આટલા પાણી ભરાઈ જાય છે. ‘લાખો રૂપિયાના માલસામાનનું નુકસાન કોણ ભોગવશે?’ વેસુના જ અન્ય એક પ્રમુખ કોમર્શિયલ હબ ગણાતા ઓપેરા બિઝનેસ હાઉસ પાસે પણ પરિસ્થિતિ ગંભીર બની હતી. અહીં આસપાસના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે કોમર્શિયલ કૉમ્પ્લેક્સમાં આવતા ગ્રાહકો અને ખુદ વેપારીઓને અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ હતી. પ્રથમ વરસાદે જ વેપાર-ધંધા ઠપ કરી દેતાં વેપારીઓનો પિત્તો ગયો હતો. વેપારીએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર વાતો થાય છે. જો બે ઇંચમાં દુકાનો સુધી પાણી આવી જતા હોય, તો ભારે વરસાદમાં લાખો રૂપિયાના માલસામાનનું નુકસાન કોણ ભોગવશે? ઉધના, ડિંડોલી અને લીંબાયતમાં પણ સમસ્યા માત્ર પશ્ચિમ ઝોન જ નહીં, પરંતુ સુરતના શ્રમિક અને મધ્યમવર્ગીય વસ્તી ધરાવતા વિસ્તારોની હાલત પણ અત્યંત દયનીય થઈ ગઈ છે. શહેરના ઉધના, ડિંડોલી અને લીંબાયત વિસ્તારમાં પણ ઠેર-ઠેર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારોના નીચાણવાળા ભાગો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ડ્રેનેજ લાઈનો અને ગટરોની યોગ્ય સફાઈ ન થઈ હોવાને કારણે ગંદા પાણી બેક મારવાની સમસ્યા પણ સામે આવી છે. ડિંડોલી અને લીંબાયતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાથી નોકરી-ધંધે જતા સામાન્ય વર્ગના લોકો અને બાઇક ચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. ભારે વરસાદમાં શહેરની સ્થિતિ કેવી થશે?, લોકોનો સવાલ સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલાં હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે. ખાડી સફાઈ અને લાઈનો સાફ કરવાના મોટા-મોટા દાવાઓસ કરવામાં આવે છે, પરંતુ ચાલુ સીઝનના આ પહેલા જ વરસાદે પાલિકાના તમામ દાવાઓ પોકળ સાબીત કર્યા છે. જનતા હવે સવાલ પૂછી રહી છે કે જો માત્ર બે ઇંચ વરસાદમાં આખું શહેર બંધ જેવી સ્થિતિમાં આવી જતું હોય, તો આગામી દિવસોમાં જો અતિભારે વરસાદ પડશે તો સુરતની સ્થિતિ કેટલી ભયાવહ હશે?
    Click here to Read More
    Previous Article
    જમ્મુના પુંછ અને કિશ્તવાડમાં વાદળ ફાટ્યું:8 લોકોનાં મોત, 250 વાહનો પાણીમાં તણાયા; અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા રોકવામાં આવી
    Next Article
    સ્થાનિક પોલીસ સૂતી રહીને સ્ટેટ મોનીટરીંગ સેલ જુગારધામ પર ત્રાટકી:વડાલ ગામે મકાનની બાજુમાં ચાલતા વરલી મટકાના મોટા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી, લાખોની રોકડ અને વાહનો સહિત કુલ 20 શખ્સો સામે ગુનો દાખલ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment