Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ઢોર પકડવા ગયેલી SMCની ટીમ પર યુવકનો હુમલો, VIDEO:ધારદાર હથિયાર બતાવી કર્મચારીને મારી નાખવાની ધમકી આપી 3 ઢોર છોડાવી ગયા, 3 સામે ગુનો દાખલ

    1 day ago

    સુરત મહાનગરપાલિકાના ઢોર ત્રાસ અંકુશ વિભાગની ટીમ પર ફરી એકવાર અસામાજિક તત્ત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અમરોલીમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહેલા પાલિકાના સ્ટાફની ગાડી રોકીને ત્રણ શખ્સોએ હંગામો મચાવ્યો હતો. ધારદાર હથિયાર વડે પકડેલી ગાયો અને વાછરડાના દોરડા કાપી પશુઓને બળજબરીપૂર્વક છોડાવી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. કર્મચારીઓ પર હથિયાર ઉગામી જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પાલિકાની ટીમે 2 ગાય અને 1 વાછરડું પકડ્યા હતા કાપોદ્રા ખાતે રહેતા અને સુરત મહાનગરપાલિકાના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ફેનીલકુમાર રમણલાલ વાળા (ઉં.વ. 26) અન્ય સ્ટાફના કર્મચારીઓ સાથે સરકારી વાહન (GJ 05 GV 1922) લઈને રાત્રિના સમયે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. રાત્રે આશરે 10.10 વાગ્યાની આસપાસ અમરોલી કોસાડ લેક ગાર્ડન પાસે, નાયરા પેટ્રોલ પંપની સામે જાહેર રોડ પરથી ટીમે બે રખડતી ગાયો અને એક વાછરડું મળીને કુલ 3 ઢોર પકડીને ગાડીમાં પૂર્યા હતા. બાઇક પર આવેલા શખ્સોએ ગાડી રોકી ગાળાગાળી કરી ટીમ પશુને લઈને સર્કલ પાસેથી વાહન વાળી રહી હતી, ત્યારે એક મોટરસાયકલ પર ત્રણ અજાણ્યા યુવકો પીછો કરીને ધસી આવ્યા હતા. તેઓએ પાલિકાની ગાડી ઊભી રખાવી સ્ટાફ સાથે મા-બહેન સમાન બીભત્સ ગાળાગાળી કરી હતી. તે પૈકીના એક શખ્સે હાથમાં રહેલા ધારદાર હથિયાર વડે પકડેલા ઢોરના ગળામાં બાંધેલી રસ્સી કાપવાનું શરૂ કર્યું હતું. કર્મચારી પર હથિયાર ઉગામ્યું, સ્ટાફ સાથે હાથાપાઈ કરી મહાનગરપાલિકાના કર્મચારીઓએ તેને ઢોર છોડાવતા રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શખ્સે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર ફેનીલકુમાર પર હથિયાર ફેરવી તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સાથે આવેલા અન્ય બે સાગરીતોએ બાકીના સ્ટાફ સાથે ધક્કામુક્કી અને હાથાપાઈ કરી હતી. હુમલાખોરે ગાયો અને વાછરડાના ગળાના દોરડા કાપી તમામને છોડાવી લીધા હતા અને "બીજીવાર અહીં આવ્યા છો તો જોઈ લેજો" કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય ફરાર થઈ ગયા હતા. કર્મચારીએ વીડિયો બનાવી લીધો, પોલીસ ફરિયાદ નોંધાઈ હુમલાખોર યુવક જ્યારે હથિયાર વડે દોરડા કાપી રહ્યો હતો અને ધમકી આપતો હતો ત્યારે ફરિયાદીએ પોતાના મોબાઇલમાં તેનો વીડિયો કેદ કરી લીધો હતો. બાદમાં તપાસ કરતાં મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે મુરલી હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે તાત્કાલિક 112 નંબર પર જાણ કરી પોલીસ બોલાવાઈ હતી. અમરોલી પોલીસે રાહુલ ઉર્ફે મુરલી અને તેના બે અજાણ્યા સાથીદારો વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો અને ધમકી સહિત બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પીએસઆઈ ડી. એ. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નેશનલ અવોર્ડ લઈને કાર્તિક આર્યન લાલબાગચા રાજા પહોંચ્યો:બાપ્પાના ચરણોમાં અવોર્ડ રાખ્યો; ભાવુક થઈ કહ્યું- 'નાના શહેરના છોકરાનું સપનું પૂરું થયું'
    Next Article
    પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું:હજુ બે પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર, 14 કરોડ ગુજરાત યુનિવર્સિટીને પરત કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment