Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ અવોર્ડ લઈને કાર્તિક આર્યન લાલબાગચા રાજા પહોંચ્યો:બાપ્પાના ચરણોમાં અવોર્ડ રાખ્યો; ભાવુક થઈ કહ્યું- 'નાના શહેરના છોકરાનું સપનું પૂરું થયું'

    1 day ago

    ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. સમારોહ મંગળવારે ગુજરાતના એકતા નગરમાં યોજાયો હતો, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કાર્તિકને પુરસ્કાર આપ્યો. આ કાર્તિકનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર છે. અવોર્ડ જીત્યા બાદ કાર્તિક આર્યન લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો અને બાપ્પાના ચરણોમાં અવોર્ડ રાખીને આશીર્વાદ લીધા. આ પહેલા તેણે ભાવુક અંદાજમાં નાના શહેરમાંથી નીકળીને સપનાં પૂરાં કરવાની સફરને યાદ કરી. જુઓ લાલબાગચા રાજાથી કાર્તિક આર્યનની તસવીરો- કાર્તિકે રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહની કેટલીક તસવીરો સાથે લખ્યું છે, ‘ગ્વાલિયરના એ મમ્માઝ બોયને આજે પ્રેમથી હસતાં યાદ કરી રહ્યો છું, જેણે એવા વાતાવરણમાં અભિનેતા બનવાનું સપનું જોવાની હિંમત કરી, જ્યાં લોકો ઘણીવાર આવા સપનાઓ પર હસીને આગળ વધી જાય છે. આખરે એ ક્ષણ મારી આંખો સામે હતી, જેને મેં જીવી પણ અને અનુભવી પણ. આજે પણ ઉત્સાહ અને ગભરામણને કારણે વિશ્વાસ થઈ રહ્યો નથી.’ કાર્તિકે આગળ લખ્યું, ‘એક નાના શહેરના છોકરાનું સપનું, દેશના દરેક એક્ટરનું સપનું, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતાનું સન્માન મેળવવાનું. ‘હું ચંદુ નહીં, ચેમ્પિયન છું.’ હું હંમેશાં કબીર સર અને સાજિદ સરનો આભારી રહીશ, જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને ભારતના પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકર સરની ભૂમિકા મોટા પડદા પર ભજવવાની જવાબદારી સોંપી. આ સફર અત્યંત મુશ્કેલ અને પીડાદાયક રહી, પરંતુ તેનું પરિણામ રસ મલાઈની જેમ મીઠું છે. હું એકસાથે ખૂબ ભાવુક અને પોતાને અત્યંત ભાગ્યશાળી અનુભવી રહ્યો છું.’ ‘આ લાંબી સફરમાં મારો સૌથી મોટો સહારો રહ્યો છે- મારો પોતાના પરનો વિશ્વાસ, મારા માતા-પિતાના આશીર્વાદ, તેમનો બિનશરતી પ્રેમ અને સાથ, તેમજ દરેક પગલે મિત્રોનો ઉત્સાહ, ખાસ કરીને ત્યારે જ્યારે હું પોતે આશા ગુમાવવા લાગ્યો હતો. મારી સમગ્ર ટીમનો પણ આભાર, જે મારી પ્રોફેશનલ જિંદગીને સરળ બનાવવા માટે સતત મહેનત કરે છે. આ અશક્ય લાગતી સફરનો ભાગ બનનાર દરેક વ્યક્તિનો હું દિલથી આભાર માનું છું.’ અંતે કાર્તિક લખે છે, ‘હું આ મારું સૌથી મોટું સન્માન દેશના દરેક પેરાલિમ્પિયન અને એ તમામ લોકો સાથે વહેંચવા માગું છું, જેઓ અશક્ય સપનાં જોવાની હિંમત કરે છે અને તેમને સાકાર કરવા માટે ક્યારેય હાર માનતા નથી. સન્માનિત જ્યુરી, માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા માનનીય રાષ્ટ્રપતિજીનો આ ખાસ ક્ષણ માટે દિલથી આભાર. અંતે હું એટલું જ કહેવા માગું છું કે આ તો માત્ર શરૂઆત છે. આશા છે કે આવનારા સમયમાં આવા અનેક મુકામ હાંસલ કરીશ.’ જુઓ નેશનલ અવૉર્ડ સમારોહમાંથી કાર્તિક આર્યનની પસંદગીની તસવીરો- , નેશનલ અવોર્ડ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ, કાર્તિક-યામી બેસ્ટ એક્ટર-એકટ્રેસ:KGF એક્ટર અનંત નાગને દાદાસાહેબ ફાળકે એનાયત, 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ નર્મદાના કેવડિયા-એક્તાનગરમાં આજે 23 સપ્ટેમ્બરના 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ યોજાયો હતો, જેમાં કાર્તિક આર્યનને 'ચંદુ ચેમ્પિનય' અને મમૂટીને 'બ્રહ્મયુગ' ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ 'આર્ટિકલ 370' માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ અપાયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    ट्रंप का इनकार, पत्नी मिलेनिया का इकरार- मीडिया बैन पर एक्सपोज हुई अमेरिकी राष्ट्रपति के घर की तकरार
    Next Article
    સુરતમાં ઢોર પકડવા ગયેલી SMCની ટીમ પર યુવકનો હુમલો, VIDEO:ધારદાર હથિયાર બતાવી કર્મચારીને મારી નાખવાની ધમકી આપી 3 ઢોર છોડાવી ગયા, 3 સામે ગુનો દાખલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment