Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMCના કથિત કર્મચારીને લોકોએ મેથીપાક ચખાડ્યો, VIDEO:નશાની હાલતમાં હપ્તા વસૂલવાના આક્ષેપ સાથે કોલર પકડી તમાચા ઝીંક્યા; મહિલાએ કહ્યું-રોજ હેરાન કરે છે

    3 days ago

    સુરતના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના એક કથિત કર્મચારીને સ્થાનિક લોકો અને ફેરિયાઓએ ઘેરીને માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નશાની હાલતમાં આવીને રોજ પૈસાની માંગણી અને હેરાનગતિ કરતા હોવાના ગંભીર આક્ષેપો સાથે લોકોએ કથિત કર્મચારીનો કોલર પકડીને બે તમાચા ઝીંકી દીધા હતા. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં અલથાન પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા ફેરિયાએ નશામાં હોવાનો અને હપ્તા માંગવાનો આક્ષેપ કર્યો વાઇરલ થયેલા વીડિયોમાં રસ્તા પર બેસીને વસ્તુઓ વેચતી એક મહિલા ફેરિયાએ આ કથિત કર્મચારી સામે આક્ષેપ કર્યો હતો કે, આ વ્યક્તિ નશાની હાલતમાં છે અને રોજ આવીને પૈસાની માંગણી કરી હેરાન કરે છે. મહિલાએ આક્રોશ સાથે કહ્યું કે, પીને આવવાનો આ કોઈ ટાઈમ નથી, ભલે પછી તે સાહેબ કેમ ન હોય. આ દરમિયાન ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ પણ આક્ષેપ કર્યો હતો કે, આ શખસ એસએમસીના યુનિફોર્મમાં આવીને ગરીબ ફેરિયાઓને લૂંટવાનું કામ કરે છે, જે બાદ લોકોએ તેની પાસે ઓળખપત્ર (આઈ-કાર્ડ)ની માંગણી કરી હતી. 'ઓન ડ્યુટી SMC' લખેલી બાઈક પર આવ્યો, ટોળાએ ઘેર્યો આ કથિત કર્મચારી GJ-05-HD-5773 નંબરના ટુ-વ્હીલર પર આવ્યો હતો, જેની પર 'ઓન ડ્યુટી SMC' લખેલું જોવા મળ્યું હતું. વિવાદ વધતાં તેણે બાઈક લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ તેને ઘેરી લીધો હતો. આ અંગે અલથાન પોલીસ મથકના પીઆઈ જે.એસ. જંબારેએ કહ્યું કે, વાઇરલ વીડિયો અલથાન વિસ્તારના ન્યૂ વીઆઈપી રોડનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટના અલથાન પોલીસ સ્ટેશનની હદમાં બની છે કે અન્ય કોઈ વિસ્તારમાં. જો હદ અલથાનની હશે તો સમગ્ર ઘટનાક્રમ અંગે કાયદેસરની તપાસ હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    શિવરંજનીમાં જ્વેલરી શોપમાંથી 40 લાખના સોનાના દાગીના લઈ મેનેજર ફરાર:અસલી સોનાની ચેન કાઢી બારકોડ લગાવી નકલી જ્વેલરી મૂકી દીધી, વાર્ષિક ઓડિટમાં ભાંડો ફૂટતાં ફરિયાદ
    Next Article
    Arrested Trinamool Strongman Walks With Bowed Head Over 2020 JP Nadda Convoy Attack Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment