Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMC પર જુગાર ક્લબમાં રેડ દરમિયાન હુમલાની તપાસ SITને સોંપાઈ:DySP ચેતન ખટાણાની આગેવાનીમાં સ્થળ નિરીક્ષણ બાદ તપાસ વેગવંતી, પોલીસ વિભાગમાં ફરી ખળભળાટ

    2 days ago

    વેરાવળમાં 8 જુલાઈએ જુગાર ક્લબ પર દરોડો પાડવા ગયેલી સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હુમલાના કેસની તપાસ હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવામાં આવી છે. જૂનાગઢ રેન્જ આઇજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના આદેશ બાદ DYSP ચેતન ખટાણાના વડપણ હેઠળ રચાયેલી SITએ ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર ઘટનાક્રમ અંગે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 21 આરોપીઓ ધરપકડ બાદ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. 40 સામે નામજોગ મળી 200ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. 12 ચુનંદા અધિકારીઓની ટીમ કાર્યરત આ SITમાં પ્રભાસ પાટણના PI વી.બી. પીઠીયા, એ.જી. જાદવ, PSI જે.એસ. ડાંગર, એસ.એસ. વાવૈયા સહિત 12 ચુનંદા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ટીમમાં 5 રાઇટર, 2 ટેક્નિકલ અને 4 ફિલ્ડ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે. તપાસના ભાગરૂપે સ્થળ સ્થિતિ, પુરાવા, CCTV ફૂટેજ અને અન્ય તકનીકી પાસાઓનું બારીકાઈથી વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના શું હતી ? ઉલ્લેખનીય છે કે, 8 જુલાઈએ વેરાવળના કોલીવાડા વિસ્તારમાં ચાલતા જુગાર ક્લબ પર SMCની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન જુગારીઓ અને સ્થાનિક ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતાં SMCના PSIએ આત્મરક્ષાર્થે 2 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. ત્યારબાદ 9 જુલાઈએ હત્યાનો પ્રયાસ, સરકારી ફરજમાં રૂકાવટ અને રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ 40 નામજોગ અને આશરે 200 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો હતો. 21 આરોપીઓ રિમાન્ડ પર આ કેસમાં અત્યાર સુધીમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ હાલ 7 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. અગાઉ આ કેસની તપાસ વેરાવળ સિટી પોલીસ ચલાવતી હતી, પરંતુ હવે તે SITને સોંપાતા તપાસમાં વધુ ઝડપ આવશે. સ્થાનિક પોલીસ સામે કડક પગલાં બીજી તરફ, ફરજમાં બેદરકારી બદલ પોલીસ વિભાગ દ્વારા કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જ આઇજીના આદેશથી વેરાવળ સિટી-1ના PI જે.એન. ગઢવી અને LCBના PSI જેબલિયાને લીવ રિઝર્વમાં મુકાયા છે.જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ LCBના ઇન્ચાર્જ PI એસ.વી. રાજપૂત, PSI એ.સી. સિંધવ અને રામભરોસા પોલીસ ચોકીના PSI પ્રજાપતિને પણ લીવ રિઝર્વમાં મોકલી દીધા છે. D-સ્ટાફના 4 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SITની તપાસ દરમિયાન આ કેસમાં હજુ પણ કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે, જેને પગલે સમગ્ર પોલીસ તંત્રની નજર હવે આ તપાસ પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની 25 કોલેજો બંધ થશે:LIC સમિતીએ કોલેજોની સ્થિતિનું સર્વેક્ષણ કરી અહેવાલ બાદ યુનિવર્સિટીની મંજૂરી
    Next Article
    સુરતમાં અષાઢી બીજે નીકળશે 8 રથયાત્રા-શોભાયાત્રા:એડિ. CPની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી, ધાબા પોઈન્ટ, બોડી વોર્ન કેમેરા સાથે દરેક ગતિવિધિ પર રખાશે બાજ નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment