Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં અષાઢી બીજે નીકળશે 8 રથયાત્રા-શોભાયાત્રા:એડિ. CPની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી, ધાબા પોઈન્ટ, બોડી વોર્ન કેમેરા સાથે દરેક ગતિવિધિ પર રખાશે બાજ નજર

    2 days ago

    સુરત શહેરમાં આગામી અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ વર્ષે સમગ્ર સુરત શહેરમાં નાની-મોટી કુલ 8 જેટલી શોભાયાત્રાઓ અને રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોમી એકતા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ સજ્જ બની છે. આ અંતર્ગત આજે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને શહેરના અગ્રણીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. 200થી વધુ અગ્રણીઓ શાંતિ સમિતિની બેઠકમાં જોડાયા શહેરના અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં એડિશનલ CP ડૉક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, રથયાત્રાના સુચારુ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આજે એક વિશેષ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં DCP ઝોન-1, ઝોન-2, ઝોન-3 સહિતના તમામ સિનિયર પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય તમામ રથયાત્રાના આયોજકો, ફ્રેન્ડ ઓફ પોલીસના સભ્યો, વિવિધ ધર્મના પૂજનીય અગ્રણીઓ અને સામાજિક પદાધિકારીઓ સહિત 200થી વધુ લોકોએ આ બેઠકમાં હાજરી આપીને રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. ઈસ્કોન મંદિરની 6 કિમી લાંબી રથયાત્રા મુખ્ય આકર્ષણ ડૉ.કરણરાજ વાઘેલાએ રથયાત્રાના રૂટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વરાછા વિસ્તાર અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનની હદમાંથી નીકળનારી ઈસ્કોન મંદિરની રથયાત્રા મુખ્ય રહેશે, જેનો રૂટ આશરે 6 કિલોમીટર લાંબો છે. આ ઉપરાંત સેક્ટર-1 વિસ્તારમાં મહિધરપુરા અને ઉધના સહિત કુલ 4 રથયાત્રા નીકળશે. તમામ આયોજકો અને અગ્રણીઓ સાથે સુરત પોલીસે યોગ્ય સંકલન સાધી લીધું છે અને સમગ્ર આયોજનને આખરી ઓપ આપી દેવાયો છે. ધાબા પોઈન્ટ, બોડી વોર્ન કેમેરા સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા એડિશનલ સીપીએ જણાવ્યું હતું કે, રથયાત્રાના તમામ રૂટ પર સુરત પોલીસ દ્વારા કડક સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર મૂવિંગ બંદોબસ્ત, સ્ટેટિક બંદોબસ્ત, ડીપ પોઈન્ટ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉપરાંત, રથયાત્રા દરમિયાન ફરજ પર તૈનાત પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે, જેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ત્રીજી આંખની નજર અને સાયબર મોનિટરિંગ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા રથયાત્રાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. શહેરના હાઈટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પરથી CCTV કેમેરાની મદદથી રથયાત્રાનું પળેપળનું સુપરવિઝન કરવામાં આવશે. આ સાથે જ સોશિયલ મીડિયા પર કોઈ અફવા ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ સેલની એક સ્પેશિયલ ટીમ સતત ઓનલાઈન મોનિટરિંગ કરશે.
    Click here to Read More
    Previous Article
    SMC પર જુગાર ક્લબમાં રેડ દરમિયાન હુમલાની તપાસ SITને સોંપાઈ:DySP ચેતન ખટાણાની આગેવાનીમાં સ્થળ નિરીક્ષણ બાદ તપાસ વેગવંતી, પોલીસ વિભાગમાં ફરી ખળભળાટ
    Next Article
    ATS raids 65 places in Pune over online links to ISI-backed terror network

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment