Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માગરોળના સામરડા ગામે SMCના દરોડામાં મોટું જુગારધામ ઝડપાયું.:જૂનાગઢ પોલીસ બ્રાન્ચો,સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સામરડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો , ₹8 લાખથી વધુના મુદ્દામાલ સાથે 10 જુગારીઓ ઝડપાયા,મુખ્ય આરોપી ફરાર

    15 hours ago

    જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સામરડા ગામે રામપીર મંદિર પાસેના ખુલ્લા ચોકમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો.સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને SMCના પીએસઆઈ જે. એચ.સિસોદિયા અને તેમની ટીમ દ્વારા સફળ રેડ કરવામાં આવી હતી, જેના કારણે સ્થાનિક શીલ પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા થયા છે. ​આ દરોડામાં પોલીસે કુલ ₹8,37,100/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રોકડ રકમ ₹1,47,100/-, અલગ-અલગ કંપનીના 19 નંગ મોટરસાઇકલ જેની કિંમત ₹6,05,000/- થાય છે અને 10 નંગ મોબાઈલ ફોન જેની કિંમત ₹85,000/- થાય છે, તેનો સમાવેશ થાય છે. આ સિવાય રેડ દરમિયાન કુલ્લે 19 નંગ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ​આ દરોડા દરમિયાન સ્થળ પરથી પોલીસે કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં દિલીપ ભીમાભાઈ વાસણ ,રહે. સામરડા વિવેક માનાભાઈ ભુવા,માધવપુર લખમણભાઈ મેરૂભાઈ મોકરીયા, પાટા ગામ, ભરત સાવદાસભાઈ બળિયાસ રહે. મેખડી,ભાવેશ સાવદાસભાઈ બળિયાસ ,રહે. મેખડી ભાવેશ ભીખુભાઈ મોકરીયા, પોરબંદર,રોહિત ભીમાભાઈ મોકરીયા,જાખરા વાજશીભાઈ વાસણ ,જયેન્દ્ર લખમણભાઈ જોરા,અને રામાભાઈ અર્જણભાઈ મોકરીયા ,સાંબડ ગામના જુગારીઓનો સમાવેશ થાય છે. ​આ કાર્યવાહીમાં મુખ્ય આરોપીઓ તથા અન્ય સંડોવાયેલા શખ્સો સહિત કુલ 25 જણા વોન્ટેડ એટલે કે નાસતા ફરતા જાહેર થયા છે, જેમાં ભરત લખમણભાઈ ગરેજા (રહે. સામરડા ગામ), દિલીપ ભુરાભાઈ ભુટીયા (રહે. સામરડા ગામ), કરણ સોમાભાઈ વાસણ સામરડા ગામ- મુખ્ય આરોપી), અજીત ભરડા (રહે. પાટા ગામ, પોરબંદર) અને વિનુભાઈ નાગાભાઈ મોકરીયા સહિત અન્ય ઇસમો તથા મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક સ્કૂટર ધારકો સામેલ છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ​આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચાઓ શરૂ થઈ છે કે પકડાયેલા ઇસમોમાં ભાજપના જિલ્લા પંચાયત મહિલા સદસ્યના પુત્રનો પણ સમાવેશ થાય છે, ત્યારે જુનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ જુગાર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢની ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે
    Click here to Read More
    Previous Article
    IIT બોમ્બે આત્મહત્યા કેસ, પરીક્ષા હોલનું CCTV ફૂટેજ સામે આવ્યું:સાહિલના હાથમાં મોબાઇલ હતો, પ્રોફેસર દુલ્લાએ ટોક્યા પછી હોલમાંથી બહાર કાઢ્યો
    Next Article
    ટ્રમ્પ સાથેના વિવાદ વચ્ચે મેલોની UN મહાસભામાં નહીં જાય:કહ્યું- વ્યસ્ત છું; 15 વર્ષમાં પહેલીવાર ઇટાલીના PM નહીં પહોંચે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment