Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IIT બોમ્બે આત્મહત્યા કેસ, પરીક્ષા હોલનું CCTV ફૂટેજ સામે આવ્યું:સાહિલના હાથમાં મોબાઇલ હતો, પ્રોફેસર દુલ્લાએ ટોક્યા પછી હોલમાંથી બહાર કાઢ્યો

    10 hours ago

    આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુના કેસમાં પરીક્ષા હોલનું 54 સેકન્ડનું CCTV ફૂટેજ સામે આવ્યું છે. તેમાં સાહિલ કાળી ટી-શર્ટ પહેરીને આગળની સીટ પર બેઠેલો જોવા મળે છે. પરીક્ષા હોલની અંદર ત્રણ સુપરવાઈઝર પણ જોવા મળે છે. આ દરમિયાન પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લા સાહિલ પાસે આવે છે. ફૂટેજમાં બંને વચ્ચે વાતચીત થતી જોવા મળે છે. ત્યારબાદ સાહિલ પ્રોફેસરને પોતાનો મોબાઈલ ફોન સોંપતો જોવા મળે છે. દુલ્લા સાહિલ પાસેથી ઉત્તરવહી પણ લે છે. ત્યારબાદ તેને પરીક્ષા હોલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. તે જ દિવસે સાંજે સાહિલનો મૃતદેહ તેના હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ સમગ્ર ઘટના 18 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:38 વાગ્યાની હોવાનું જણાવાયું છે. આઈઆઈટી બોમ્બે અનુસાર, સાહિલે પ્રશ્નોની તસવીરો લઈને તેને ChatGPT પર અપલોડ કરી હતી અને જવાબો માગ્યા હતા. 18 સપ્ટેમ્બરના રોજ પરીક્ષા હોલના 3 ફૂટેજ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું- CCTV ફૂટેજમાં શું દેખાયું પિતાએ કહ્યું- FIRમાં નામ છે તો ધરપકડ કેમ નહીં? સાહિલના પિતા રવીન્દ્ર વાકોડેએ કહ્યું કે FIRમાં નામ ધરાવતા બંને આરોપીઓની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. તેમણે સવાલ કર્યો કે જો કાર્યવાહી કરવામાં આવી છે તો પરિવારને તેની જાણકારી કેમ આપવામાં આવી નથી. સંસ્થાએ તપાસ માટે 10 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે. સમિતિ મૃત્યુ પહેલાંની પરિસ્થિતિઓ અને આરોપોની તપાસ કરશે. તેની અધ્યક્ષતા IIT પાલક્કડના બોર્ડ ઑફ ગવર્નર્સના અધ્યક્ષ પ્રો. રમેશ વેંકટેશ્વરન કરશે. સમિતિ એક અઠવાડિયામાં અહેવાલ આપશે. સંસ્થાએ પહેલાં કહ્યું- સાહિલને નકલ કરતા પકડ્યો હતો, બાદમાં માફી માંગી સાહિલના મૃત્યુ અંગે IIT બોમ્બેએ 19 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન સાહિલ મોબાઇલથી નકલ કરતાં પકડાયો હતો. સંસ્થાના જણાવ્યા અનુસાર, તે ChatGPT પર પ્રશ્નપત્ર અપલોડ કરવાનો પ્રયાસ કરતાં પકડાયો હતો. જોકે, 21 સપ્ટેમ્બરે સંસ્થાએ માફી માગીને પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું. IITએ જણાવ્યું કે તપાસ પૂર્ણ થાય તે પહેલાં નિવેદન આપવું યોગ્ય નહોતું. IIT બોમ્બેએ વિદ્યાર્થીઓની 18માંથી 2 માગણીઓ સ્વીકારી સાહિલના મૃત્યુ બાદ IIT બોમ્બેમાં વિદ્યાર્થીઓનું વિરોધપ્રદર્શન ત્રણ દિવસ સુધી ચાલ્યું. વિદ્યાર્થીઓએ 18 સપ્ટેમ્બરથી કેમ્પસના મુખ્ય દરવાજા પાસે ધરણાં શરૂ કર્યા હતા. તેમણે સાહિલના મૃત્યુની સ્વતંત્ર તપાસ, સંબંધિત પ્રોફેસર સામે કાર્યવાહી, માનસિક આરોગ્ય સુવિધાઓમાં સુધારો, સંસ્થાકીય નિર્ણયોમાં વિદ્યાર્થીઓની ભાગીદારી અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન કરવા સહિતની 18 માગણીઓ રજૂ કરી હતી. 20 સપ્ટેમ્બરની રાત્રે લગભગ ત્રણ કલાકની બેઠક બાદ IIT બોમ્બેના ડિરેક્ટર પ્રો. શિરીષ કેદારેએ વિદ્યાર્થીઓના 18 મુદ્દાના ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા. જોકે, સંસ્થા તરફથી કહેવામાં આવ્યું કે કેટલીક માગણીઓ પર નિયમો મુજબ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. IIT બોમ્બેમાં આ વર્ષે 3 આત્મહત્યા, દેશમાં 9મો મામલો આ વર્ષે IIT બોમ્બેમાં આત્મહત્યાનો આ ત્રીજો અને દેશમાં 9મો મામલો છે. છેલ્લા 6 વર્ષ દરમિયાન 2025માં સૌથી વધુ 16 IIT વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ગ્લોબલ IIT એલ્યુમનાઈ સપોર્ટ ગ્રુપ અનુસાર, છેલ્લા 20 વર્ષમાં IITના કુલ 160 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
    Click here to Read More
    Previous Article
    जादू-टोना और मौत का डर...गुप्त धन के नाम पर ढोंगी बाबाओं ने पूजा घर में खोदा गड्ढा, महिला से 4 लाख और गहने लूटे
    Next Article
    માગરોળના સામરડા ગામે SMCના દરોડામાં મોટું જુગારધામ ઝડપાયું.:જૂનાગઢ પોલીસ બ્રાન્ચો,સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સામરડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો , ₹8 લાખથી વધુના મુદ્દામાલ સાથે 10 જુગારીઓ ઝડપાયા,મુખ્ય આરોપી ફરાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment