Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશી દારૂ ભરેલી બિનવારસી ક્રેટા કાર ઝડપાઈ:SMC બાદ ક્રાઈમ બ્રાન્ચે પ્લાસવા રોડ પરથી ₹14.73 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

    16 hours ago

    બે દિવસ પહેલાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો, જે બાદ હવે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે પણ લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્લાસવા ગામ તરફ જવાના રસ્તે આવેલા ખોડિયાર મંદિર નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે સીમ વિસ્તારમાં એક સફેદ રંગની ક્રેટા ફોરવ્હીલ કાર બિનવારસી હાલતમાં પડી હોવાનું જણાયું હતું. પોલીસે કારની નજીક જઈ તપાસ કરતાં કારમાં કે આસપાસ કોઈ પણ શખ્સ હાજર મળ્યો નહોતો. 2544 બોટલ વિદેશી દારૂ અને ₹10 લાખની ક્રેટા કાર કબ્જે પોલીસે સ્થળ પર પડેલી શંકાસ્પદ કારની સઘન તપાસ કરતાં તેમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારમાંથી નાની-મોટી સાઈઝની કુલ 2544 નંગ દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹4,73,184 થાય છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલી ₹10,00,000 ની સફેદ ક્રેટા કાર પણ કબ્જે કરી હતી. આમ, વિદેશી દારૂ અને કાર મળીને કુલ ₹14,73,184 નો મુદ્દામાલ જપ્ત કરી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારમાંથી 8 નકલી નંબર પ્લેટો મળી આવતાં પોલીસ ચોંકી આ સમગ્ર રેડ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે ઝડપાયેલી કાર પર GJ-04-EJ-3829 નંબર પ્લેટ લાગેલી હતી, પરંતુ કારની અંદર તલાશી લેતાં દારૂના બોક્સ સાથે અલગ-અલગ વાહનોની 8 જેટલી ફેક નંબર પ્લેટો મળી આવી હતી. એક જ વાહનમાંથી આટલી મોટી સંખ્યામાં બોગસ નંબર પ્લેટો મળતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ અને ચેકપોસ્ટની નજરથી બચવા તેમજ બૂટલેગરો પોતાની ઓળખ છુપાવી દારૂની સુરક્ષિત હેરાફેરી કરવા માટે સમયાંતરે નંબર પ્લેટ બદલતા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. કાર ચાલક, મુખ્ય સપ્લાયર અને રિસિવરને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ હાલમાં જપ્ત કરાયેલી આ 8 નંબર પ્લેટો કયા વાહનોની છે અને તેનો અગાઉ અન્ય કોઈ ગુનામાં ઉપયોગ થયો છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત પોલીસને જોઈને કાર મૂકીને ફરાર થઈ ગયેલા અજાણ્યા ચાલકની ઓળખ મેળવવા તેમજ આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને સ્થાનિક સ્તરે કયા બૂટલેગરને પહોંચાડવાનો હતો તે દિશામાં કડીઓ જોડી આગળની તપાસ તેજ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Chess Olympiad: Indian Men Score Resounding 3-1 Victory Over Spain
    Next Article
    સુરતમાં ક્રાઇસ્ટ ચર્ચની બારી તોડી તસ્કરે તિજોરી સાફ કરી:મોઢે કપડું બાંધી ચોરે રોકડ અને સ્પીકર મળી 46 હજારની ચોરી કરી, સમગ્ર કરતૂત CCTVમાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment