Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ક્રાઇસ્ટ ચર્ચની બારી તોડી તસ્કરે તિજોરી સાફ કરી:મોઢે કપડું બાંધી ચોરે રોકડ અને સ્પીકર મળી 46 હજારની ચોરી કરી, સમગ્ર કરતૂત CCTVમાં કેદ

    10 hours ago

    સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ જાણીતા સી.એન.આઇ. ક્રાઇસ્ટ ચર્ચની ઓફિસને નિશાન બનાવી અજાણ્યો તસ્કર રોકડ રકમ તેમજ મ્યુઝિક સિસ્ટમ મળી કુલ રૂ. 46,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ અંગે ચર્ચના પાદરી દ્વારા લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યો ચોર ચર્ચની પાછળની બારી ખોલીને અંદર પ્રવેશ્યો મળતી માહિતી મુજબ, ચોકબજાર ડી.સી.બી. ઓફિસ નજીક આવેલા સી.એન.આઇ. ક્રાઇસ્ટ ચર્ચના કમ્પાઉન્ડમાં રહેતા પાદરી રમેશભાઈ કટારાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત 14 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે અંદાજે 2:10 થી 4:00 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો ચોર ચર્ચની પાછળની બારી ખોલીને અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેણે ચર્ચની મુખ્ય ઓફિસનું તાળું તોડી અંદર રાખેલી તિજોરીમાંથી રોકડા રૂ. 36,000ની ચોરી કરી હતી. આ ઉપરાંત ઓફિસમાં મૂકેલું અંદાજે રૂ. 10,000ની કિંમતનું મલ્ટીમીડિયા સ્પીકર પણ ચોરી લીધું હતું. આમ, તસ્કર કુલ રૂ. 46,000નો મુદ્દામાલ લઈને પલાયન થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરની શોધખોળ શરૂ કરી ચોરીની આ સમગ્ર હિલચાલ ચર્ચ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજની ચકાસણી કરતાં પેન્ટ-શર્ટ પહેરેલો અને મોઢા પર કપડું બાંધેલો એક અજાણ્યો શખ્સ ચોરી કરતો સ્પષ્ટ નજરે પડે છે. મોઢે રૂમાલ બાંધેલો હોવાથી તેની ઓળખ છતી ન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોરી અંગે જાણ થયા બાદ પાદરીએ લાલગેટ પોલીસ મથકે પહોંચી વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે મોઢા પર કપડું બાંધીને આવેલા અજાણ્યા ચોરની સઘન શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિદેશી દારૂ ભરેલી બિનવારસી ક્રેટા કાર ઝડપાઈ:SMC બાદ ક્રાઈમ બ્રાન્ચે પ્લાસવા રોડ પરથી ₹14.73 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
    Next Article
    Ahead Of Smog Season, Bhagwant Mann Defends Punjab Farmers, Takes Dig At Pakistan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment