Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી:દરિયાપુર પોલીસ સ્ટેશનના PI સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ, 187 જુગારીઓ ઝડપાયા'તા

    2 days ago

    અમદાવાદના દરિયાપુર મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ વડાએ ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે. જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના PI જી.વી ગોહિલ, સર્વેલન્સ સ્ક્વોડના PSI ચૌધરી, ડબગરવાડ ચોકીના PSI એ.એમ પરમારનો સમાવેશ થાય છે. દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇને સોંપવામાં આવ્યો છે. 2 ઓગસ્ટે મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ થયો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડોમાં 187 જુગારીઓ મોટા મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. 4 ઓગસ્ટે તમામ આરોપીઓને પોલીસની 4 અને AMTSની 1 બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. સરકારી વકીલ તૃપ્તિ વ્યાસની દલીલ બાદ કોર્ટે 9 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ તેઓ જેલહવાલે છે, જ્યારે 178 આરોપીઓના જામીન મંજૂર કરાયા હતા. ક્લબમાં SMCનું 20 કલાકથી વધુ ઓપેરેશન ચાલ્યુ હતું દરિયાપુર પોલીસના આંખ આડા કાન! દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં અવારનવાર ગોવિંદ ઉર્ફે ગામા પટેલ દ્વારા જુગારધામ ચલાવવામાં આવતું હોવાની જાણકારી હોવા છતાં સ્થાનિક દરિયાપુર પોલીસ અને શહેર પોલીસની એજન્સીઓ આંખ આડા કાન કરી રહી હતી. ભૂતકાળમાં પણ આ સ્થળેથી જુગાર ઝડપાઈ ચૂક્યો હોવા છતાં સ્થાનિક સ્તરે કોઈ કડક ચેકિંગ કે કાર્યવાહી થતી નહોતી. 2021માં પણ ગામાને 180થી વધુ જુગારીઓ સાથે ઝડપ્યો હતો 2021માં પણ મનપસંદ જિમખાનામાં SMCની રેડ દરમિયાન 183 જુગારીઓ ઝડપાયા હતા અને રૂ. 85 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો, જેમાં બેદરકારી બદલ તત્કાલીન દરિયાપુર PI, PSI સહિત 12 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. D કંપની સ્ટાઇલથી મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર રમાતો મનપસંદ જીમખાના ક્લબમાં 'D કંપની' સ્ટાઇલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને હાઇપ્રોફાઇલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. જેમાં ક્લબની મેમ્બરશીપથી લઈને હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો. સંચાલકો ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરતા હતા. કુલ 22 ટેબલ ભાડે આપ્યા હતા. 8 ઓગસ્ટે મનપસંદ જીમખાનાને સિલ કરાયું મનપસંદ જીમખાના સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કાર્યવાહી કરી હતી. અગાઉ બિનઅધિકૃત બાંધકામ સામે કાર્યવાહી કર્યા બાદ હવે ગ્રાઉન્ડ ફ્લોર સિવાય બાકીના અન્ય બાંધકામમાં રહેણાંકના બદલે કોમર્શિયલ તરીકે વપરાશમાં લેવામાં આવતું હોવાનું સામે આવતા મનપસંદ જીમખાનાને સિલ કરાયું હતું. કોઈએ પ્રવેશ કરવો નહીં અને કોઈને પ્રવેશ કરવા દેવો નહીં તે પ્રકારના લખાણ સાથે નોટિસ પણ લગાવાઈ હતી. મંજૂર નકશા વિરુદ્ધ જીમખાનામાં બિનઅધિકૃત પ્રવૃત્તિ ચલાવતા સિટી સર્વે નંબર 3256, 3258, 3271થી 3295 તથા શીટ નં. 30માં આવેલા મનપસંદ જીમખાના સહિતની જગ્યા અગાઉ રજાચિઠ્ઠીથી મંજુર કરાવવામાં આવી હતી. જેમાં બાંધકામના રેકોર્ડમાં ગ્રાઉન્ડ ફ્લોર કોમર્શિયલ, ફર્સ્ટ ફ્લોર રહેણાક, સેકન્ડ ફ્લોર રહેણાક તથા પાર્ટ થર્ડ ફ્લોરનું બાંધકામ દર્શાવવામાં આવ્યું હતું. જો કે મંજૂર નકશા વિરુદ્ધ જીમખાના તરીકે બિનઅધિકૃત પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ પણ વાંચો: મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર, મેમ્બરશીપ, આંગડિયામાં પૈસાની લેવડદેવડ, હાર-જીત માટે કોડવર્ડ AMCએ અગાઉ પણ કાર્યવાહી કરી હતી અગાઉ પાર્ટ થર્ડ ફ્લોરમાં કરવામાં આવેલા વધારાના બિનઅધિકૃત બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું. તે સમયે પણ મિલકતના મંજૂર પ્લાન અને વાસ્તવિક બાંધકામ વચ્ચેના તફાવતને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ પર મંજૂર ઉપયોગ કરતાં અલગ રીતે મનપસંદ જીમખાના તરીકે વપરાશ ચાલુ હોવાનું સામે આવતા AMCની ટીમે ફરી કાર્યવાહી કરી હતી. આ પણ વાંચો: સતત રેડ પડે છે એ 'મનપસંદ જિમખાના' છે શું?
    Click here to Read More
    Previous Article
    આઝાદી પછી પહેલી વાર વસ્તી ગણતરીમાં જાતિ પૂછવામાં આવશે:કોવિડ વેક્સિન ક્યાં લીધી, કેટલા બેંક ખાતા જેવા 40 પ્રશ્નો પૂછશે; યાદી જાહેર
    Next Article
    જામનગર કલેક્ટરે બાલવા ગામની મુલાકાત લીધી:ગ્રામજનોની રજૂઆતો સાંભળી, અધિકારીઓને કાર્યવાહીના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment