Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કણીજમાં જુગારધામ પર SMCનો દરોડો: 8 ઝડપાયા:₹6.38 લાખનો મુદ્દામાલ જપ્ત, નાળ ઉઘરાવી જુગાર રમાડતા ઈસમો સામે કાર્યવાહી

    6 hours ago

    પાટણ જિલ્લાના સમી તાલુકાના કણીજ ગામની સીમમાં આવેલા એક જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 8 જુગારીઓને રોકડ રકમ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. SMCની ટીમને બાતમી મળી હતી કે કણીજ ગામમાં હિતેન્દ્રકુમાર ઉર્ફે એચ.કે. કાન્તીલાલ રાવળ બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે કણીજ પ્રાથમિક શાળા સામે લાઈટના અજવાળે ગાદલા પાથરીને જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જોકે, 2 થી 3 અન્ય ઈસમો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુકેશભાઈ સોમાભાઇ પટેલ અને કાનાભાઇ વિરાભાઇ નામના ઈસમોએ જુગારધામ માટે વીજ પુરવઠો પૂરો પાડ્યો હતો. સ્થળ પરથી અંગ ઝડતી અને દાવ પરથી કુલ ₹4,97,700 રોકડા, ₹1,40,000ની કિંમતના 9 મોબાઈલ ફોન, ગાદલા, પત્તા અને વાયર સહિત કુલ ₹6,38,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓ પૈકી હિતેન્દ્રકુમાર રાવળ, મુકેશ પટેલ અને પ્રકાશકુમાર રાવળ અગાઉ પણ જુગારના ગુનામાં પકડાઈ ચૂક્યા હોવાનું ખુલ્યું છે. આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 100 અંકોનો ઘટાડો:76,900 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક નીચે; ફાર્મા અને રિયલ્ટી શેર્સમાં વધુ વેચવાલી
    Next Article
    વલસાડમાં પૂર નુકસાનનો કૃષિ સર્વે પૂર્ણ:5,300 હેક્ટરમાં પાકને અસર, ₹10 કરોડના પેકેજની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment