Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પૂર નુકસાનનો કૃષિ સર્વે પૂર્ણ:5,300 હેક્ટરમાં પાકને અસર, ₹10 કરોડના પેકેજની માગ

    6 hours ago

    વલસાડ જિલ્લામાં જુલાઈ માસમાં આવેલા ભારે પૂર બાદ ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરાયેલો પાક નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. આ સર્વેમાં કુલ 5,300 હેક્ટર વિસ્તારમાં પાકને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોને વળતર ચૂકવવા માટે અંદાજે ₹10 કરોડના સહાય પેકેજની માંગણી કરતો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવાયો છે. વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણ ગરાસિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 22 થી 29 જુલાઈ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. નદી કિનારાના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગર અને આંબાવાડીઓને મોટું નુકસાન થયું હતું. આ નુકસાનનો અંદાજ કાઢવા માટે ખેતીવાડી અને બાગાયત વિભાગની કુલ 94 ટીમો બનાવીને સર્વે શરૂ કરાયો હતો. આ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં 13,000 હેક્ટર જેટલા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. SDRF (રાજ્ય આપત્તિ પ્રતિસાદ ફંડ) ના નિયમો મુજબ, જે ખેતરોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા કુલ 5,300 હેક્ટર વિસ્તારમાં ભારે નુકસાની નોંધાઈ છે. આ 5,300 હેક્ટરમાં થયેલા નુકસાનમાં ડાંગરનો પાક 4,300 હેક્ટરમાં, આંબાવાડી (બાગાયત) 800 હેક્ટરમાં અને અન્ય પાક (જેમ કે કેળાં, શાકભાજી વગેેરે) 200 હેક્ટરમાં પ્રભાવિત થયા છે. ખેતીવાડી અધિકારી અરુણ ગરાસિયાના જણાવ્યા અનુસાર, આ વ્યાપક નુકસાન બદલ ખેડૂતોને સહાય ચૂકવવા માટે અંદાજે ₹10 કરોડના રાહત પેકેજની માંગણી કરતો સર્વે રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગને મંજૂરી માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે, પિયત પાક માટે હેક્ટર દીઠ ₹22,500 સુધીની સહાયના નિયમો હોય છે. હવે રાજ્ય સરકાર તરફથી ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સરકાર તરફથી ઠરાવ કે પરિપત્ર જાહેર થતાં જ વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા કરવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કણીજમાં જુગારધામ પર SMCનો દરોડો: 8 ઝડપાયા:₹6.38 લાખનો મુદ્દામાલ જપ્ત, નાળ ઉઘરાવી જુગાર રમાડતા ઈસમો સામે કાર્યવાહી
    Next Article
    Nehru-Trophy Boat Race: दुनिया की सबसे धाकड़ रेस | Kerala | Snake Boat Race

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment