Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા-ભરૂચ હાઈવે પર SMCની રેડ:સાંસરોદ પાસેની હોટલ સમ્રાથલના પાર્કિંગમાંથી 48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ, 4 વોન્ટેડ

    8 hours ago

    સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પરની હોટેલના પાર્કિંગમાં દરોડો પાડીને હરિયાણાથી લાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. 48 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે એક આરોપીની ધરપરડ કરી લેવામાં આવી તો અન્ય ચાર શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બાતમીના આધારે હોટલના પાર્કિંગમાં રેડ SMCને બાતમી મળી હતી કે હરિયાણાથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પસાર થઈ રહી છે. જે હાલ વડોદરા-ભરૂચ વચ્ચે આવેલા સાંસરોદ ગામની હોટલ સમ્રાથલના પાર્કિંગમાં ઊભી છે. આ બાતમીના આધારે પોલીસે 30 એપ્રિલ 2026ના રોજ રેડ કરી હતી. વિદેશી દારૂની 9480 બોટલ જપ્ત પોલીસે સ્થળ પરથી કુલ ₹73,46,960 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં વિદેશી દારૂની 9,480 બોટલ છે જેની કિંમત 48.36 લાખ રુપિયા થઈ રહી છે. તો દારૂની હેરાફેરી કરવામાં આવતા ટ્રકને જપ્ત કરવામાં આવી હતી. એક મોબાઈલ ફોન અને ₹960 રોકડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એકની ધરપકડ અને ચાર આરોપી વોન્ટેડ ઝડપાયેલો આરોપીસાકિરહુસેન બંનેખાન (રહે. પાલવાલ, હરિયાણા)ને વલણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધાર કયુમ હુસેન નિઝામ (હરિયાણા), તેનો સાગરિત, ટ્રકનો માલિક અને દારૂ મંગાવનાર (રિસીવર) સહિત કુલ 4 શખસને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે અને આગળની તપાસ તેજ બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં 11 બ્રાહ્મણ કોર્પોરેટરોનું સન્માન:સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટાયેલા ઉમેદવારોનું બ્રહ્મસમાજ દ્વારા સન્માન
    Next Article
    In This Delhi Locality, Residents Open Taps Only To Find "Sewage-Like Water"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment