Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં SMCની રેડમાં 43.46 લાખનો દારૂ જપ્ત:પોલીસને જોઈને ટ્રક પરથી કૂદીને ભાગવા જતા મુખ્ય આરોપી સુનિલ ટેલર ઇજાગ્રસ્ત થયો, 6 આરોપી ઝડપાયા, 10 વોન્ટેડ, 1.40 કરોડનો મુદામાલ જપ્ત

    10 hours ago

    સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે વડોદરાની નંદેસરી GIDC નજીક રાધીયાપુરા ગામે ગૌતમભાઈ પઢીયારના કબ્જાની ખુલ્લી જમીનમાં વિદેશી દારૂના કટીંગ સમયે રેડ કરવામાં આવી હતી. જેમાં 43.46 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 16,669 બોટલ 8 વાહનો, 11 મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1.40 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો તથા ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાલી રહી છે. રેડ દરમિયાન મુખ્ય આરોપી ઇજાગ્રસ્ત રેડ દરમિયાન મુખ્ય આરોપી સુનિલ મોતીલાલ ટેલરે પોલીસને જોઈને ટ્રક પરથી કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેના બંને પગ અને હાથમાં ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ છેલ્લા 3 મહિનાથી સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી હરિયાણા તથા સેલવાસથી ટ્રક અને કન્ટેનર મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને અહીં કટીંગ કરી વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરોને સપ્લાય કરતા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તા. 2 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહરનગર વિસ્તારમાં પણ આવી જ કાર્યવાહી કરી રૂપિયા 53.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે કેસમાં વોન્ટેડ રહેલો મુખ્ય આરોપી મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસીંગાની આ રેડ દરમિયાન ઝડપાઈ ગયો છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલા તથા વોન્ટેડ આરોપીઓમાં કેટલાક સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને સુનિલ મોતીલાલ ટેલર સામે 110થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય આરોપીઓ સામે પણ અનેક પ્રોહિબીશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને તોડી પાડવા અને વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. પકડાયેલ 6 આરોપીઓ (1) મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસીંગાની (2) સુનિલ મોતીલાલ ટેલર (દરજી) (3) ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ (4) જીતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ (5) વિક્રમસીંગ દિવાનસીંગ તથા (6) કીર્તિકુમાર નાનાલાલ મીણા તેમજ વોન્ટેડ 10 આરોપીઓ (1) લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમંતદાસ ખાનાણી (2) સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી (3) મોહિત ઉર્ફે બોબડો દિલીપભાઈ અગ્રવાલ (4) હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઈ અગ્રવાલ (5) કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ તેલવાની (6) સેલવાસ ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર ગઢવી (7) દિપેન દિનેશભાઈ વાળા (8) વિનોદ વિજયગીરી ગોસ્વામી (9) ગૌતમભાઈ પઢીયાર (10) ટાટા ટ્રક નં.GJ-17-XX-1877નો ડ્રાઈવર આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ :- (1) સુનિલ મોતીલાલ ટેલર (દરજી) :- પ્રોહીબીશન ધારા હેઠળના-107થી વધુ, ગુજસીટોક હેઠળનો-1, ખૂનની કોશીષ તથા આર્મ્સ એક્ટ હેઠળનો-1 તથા અન્ય મળી આશરે 110થી વધુ ગુનાઓ (2) મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસીંગાની :- પ્રોહીબીશન ધારા હેઠળના 8 જ્યારે અન્ય હેડ હેઠળનો 1 મળી કુલ-9 ગુનાઓ (3) લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમંતદાસ ખાનાણી :- પ્રોહીબીશન ધારા હેઠળના 39 જ્યારે અન્ય હેડ હેઠળના 5 મળી કુલ-44 ગુનાઓ (4)કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ ટેલવાણી :- પ્રોહીબીશન ધારા હેઠળના 24 ગુનાઓ (5) સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી :- પ્રોહીબીશન ધારા હેઠળના 8 જ્યારે અન્ય હેડ હેઠળના 2 મળી કુલ-10 ગુનાઓ (6)મોહિત ઉર્ફે બોબડો દિલીપભાઈ અગ્રવાલ :- પ્રોહીબીશન ધારા હેઠળના 9 ગુનાઓ (7) હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઈ અગ્રવાલ :- પ્રોહીબીશન ધારા હેઠળના 8, જુગારધારા હેઠળના 2 (8) ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ :- પ્રોહીબીશન ધારા હેઠળના ૦૫ ગુનાઓ તથા અન્ય હેડ હેઠળના ૦૨ મળી કુલ-૧૨ ગુનાઓ (9) દિપેન દિનેશભાઈ વાળા :- પ્રોહીબીશન ધારા હેઠળના 4 ગુનાઓ (10) જીતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ :- પ્રોહીબીશન ધારા હેઠળના 3 ગુનાઓ (11) વિનોદ વિજયગીરી ગોસ્વામી :- પ્રોહીબીશન ધારા હેઠળના 2 ગુનાઓ
    Click here to Read More
    Previous Article
    પાલતુ અશ્વએ યુવકને છાતી પર લાત મારી:કાકણપુર-પઢિયારમાં 32 વર્ષીય યુવાનનું ટૂંકી સારવાર બાદ નિધન
    Next Article
    ईरान का इस्राईल से लेकर कुवैत पर हमला, लाखों लोग क्यों उतर गए ट्रंप के विरोध में

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment