Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરવાડમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી SMCની રેડ, 42 જુગારી ઝડપાયા:એક ફોર-વ્હીલ અને 11 ટુ-વ્હીલર સહિત રૂ. 16 લાખનો મુદ્દામાલ જપ્ત, બે વોન્ટેડ જાહેર

    15 hours ago

    ચોરવાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં SMCએ સ્થળ પરથી રોકડા રૂ. 3,72,200, 1 ફોર-વ્હીલર, 11 ટુ-વ્હીલર, 42 મોબાઇલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. 16,02,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઘટના બાદ પકડાયેલા આરોપીઓને બોલેરો ગાડીઓમાં લઈ જવાતા સ્થાનિક લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ બેડામાં ફાફડાટ વ્યાપી ગયો છે. ચોરવાડ પોલીસ મથકે ગુનો દાખલ SMCની કાર્યવાહી બાદ ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ 44 આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વાડી ભાડે આપનાર લાલાભાઈ અને વીરેન સેવરા નામના 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા 42 આરોપીઓ સ્થાનિક પોલીસમાં ફાફડાટ અને સવાલો અગાઉ પણ ગીર સોમનાથમાં SMCની રેડ બાદ રેન્જ આઈજી દ્વારા બેદરકારી બદલ પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારે ચોરવાડમાં SMCના આ મોટા દરોડા બાદ જૂનાગઢ પોલીસ વડા દ્વારા સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે અંગે સ્થાનિક પોલીસ આલમમાં ચર્ચા અને ફાફડાટ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઉદય ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસમાં વૃક્ષારોપણ:વસ્ત્રાલના આકલેશ્વર મહાદેવ મંદિર સહિત અન્ય સ્થળોએ રોપાયા છોડ
    Next Article
    London-Bound Virgin Atlantic Flight Makes Emergency Landing In Bengaluru After Mid-Air Technical Snag

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment