Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCનો સપાટો:દિલ્હીથી બોગસ બિલ બનાવનાર ઝડપાયો, ધરપકડનો આંકડો 40 પર પહોંચ્યો

    6 hours ago

    ભાવનગરના લઠ્ઠાકાંડમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વધુ 1 આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધારોએ ઝેરી દારૂ બનાવવા માટે મંગાવેલા મિથેનોલને કાગળ પર થિનર તરીકે દર્શાવી બોગસ બિલ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે અગાઉ ઝડપાયેલા 10 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલહવાલે કરવામાં આવ્યા છે. મિથેનોલના બોગસ બિલ બનાવનાર મનજીતસિંઘ 3 દિવસના રિમાન્ડ પર રાજ્યભરમાં હાહાકાર મચાવનારા આ નકલી રોયલ સ્ટેગ વિદેશી દારૂકાંડમાં 13 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કેમિકલયુક્ત ઝેરી દારૂ બનાવવા માટે જરૂરી મિથેનોલ દિલ્હીથી મેળવાયું હતું. મિથેનોલના જથ્થાને કાયદેસર બતાવવા માટે થિનરના ખોટા બિલ બનાવનાર પશ્ચિમ દિલ્હીના મુંડકા ખાતે રહેતા મનજીતસિંઘ ક્રિશનચંદ્ર સૈનીની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવતા અદાલતે 10 સપ્ટેમ્બર 2026 સુધીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેનાથી કુલ ધરપકડનો આંકડો 40 થયો છે. દિલ્હી-યુપી સહિત અન્ય રાજ્યોમાંથી પકડાયેલા 10 આરોપીઓને જેલહવાલે કરાયા SMCની ટીમે રાજ્ય બહાર તપાસનો વ્યાપ વધારી દિલ્હીથી પ્રમોદ બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ભાવનગર લાવ્યા બાદ અટકાયત કરી હતી. આ ત્રણેય ઉપરાંત અગાઉ પકડાયેલા દિનેશ શાક્ય, લખન છાંડી, પાર્થ મજેઠીયા, પાર્થ બુધેલીયા, જગદિશસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ અને આગ્રાથી ઝડપાયેલા ઉમેદસિંગ સહિત કુલ 10 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તમામને કોર્ટ મારફતે જિલ્લા જેલમાં ધકેલી દેવાયા છે. અત્યાર સુધીમાં ઝડપાયેલા 40 પૈકી 38 આરોપીઓ જેલહવાલે થઈ ચૂક્યા છે. પોલીસ કોન્સ્ટેબલ અને દિલ્હીનો આરોપી હાલ SMCના રિમાન્ડ હેઠળ આ ચકચારી કેસમાં લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સાથે સતત સંપર્કમાં રહેલા અને કોલ ડિટેઇલ રેકોર્ડ્સ (CDR)માં સંડોવણી સ્પષ્ટ થતાં ઝડપાયેલા વેળાવદર ભાલ સનેસ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજદિપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલની સઘન પૂછપરછ ચાલી રહી છે. હાલ આ પોલીસ કોન્સ્ટેબલ તેમજ દિલ્હીથી ઝડપાયેલા મનજીતસિંઘ બંને આરોપીઓ એસએમસીના રિમાન્ડ હેઠળ છે, જેમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    World Map Changed: दुनिया का नक्शा बदलेगा? भारत ने UN प्रस्ताव का क्यों दिया साथ| New World Map
    Next Article
    કતારગામમાં લેબગ્રોન એસોસિએશનની બેઠક:2 વર્ષમાં 20-25% કારીગરો ઘટ્યા, મેન્યુફેક્ચરર્સ પોલિશ્ડના યોગ્ય ભાવ નહીં લે તો મોટું જોખમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment