Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામમાં લેબગ્રોન એસોસિએશનની બેઠક:2 વર્ષમાં 20-25% કારીગરો ઘટ્યા, મેન્યુફેક્ચરર્સ પોલિશ્ડના યોગ્ય ભાવ નહીં લે તો મોટું જોખમ

    6 hours ago

    કુદરતી હીરાની મંદી વચ્ચે સુરતના વેપારીઓ અને રત્નકલાકારો માટે આશીર્વાદરૂપ બનેલો લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ હાલ ગંભીર આંતરિક કટોકટી અને નિર્ણય શક્તિના અભાવ વચ્ચે સપડાયો છે. આ સમગ્ર સ્થિતિ અંગે લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, "ઇન્ડસ્ટ્રીમાં રફના ભાવ સતત વધી રહ્યા છે, છતાં કેટલાક મેન્યુફેક્ચરર્સ પોલિશ્ડ હીરાના પૂરતા ભાવ લેતા નથી અને સામે કારીગરોના ભાવ તોડી રહ્યા છે. દિવાળી માથા પર આવી રહી છે ત્યારે વેપારીઓએ ખૂબ સમજી-વિચારીને ધંધો કરવો જોઈએ. કોઈએ ઓછા ભાવે પોલિશ્ડ વેચવું ન જોઈએ." બજારમાં માલની પૂરતી ડિમાન્ડ હોવા છતાં યોગ્ય નીતિ-નિયમો અને નિર્ણયના અભાવે અંદરોઅંદર શરૂ થયેલી હરીફાઈથી સમગ્ર ઉદ્યોગ સામે આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે. ચીનથી રફ 25% મોંઘી, સામે પોલિશ્ડના ભાવ માત્ર 5થી 7% જ વધ્યા ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ છેલ્લા 2 મહિનામાં ચીનથી આયાત થતી HPHT રફના ભાવમાં અધધ 25% જેટલો તોતિંગ વધારો ઝીંકાયો છે, તેની સરખામણીમાં સ્થાનિક બજારમાં તૈયાર પોલિશ્ડ હીરાના ભાવમાં માંડ 5 થી 7%નો નજીવો સુધારો જોવા મળ્યો છે. કાચા માલના ઊંચા ભાવ અને તૈયાર માલના અપેક્ષિત ભાવ ન મળવાના કારણે મેન્યુફેક્ચરર્સની નફાકારકતા તળિયે બેસી ગઈ છે. પડતર કિંમત ઊંચી હોવા છતાં બજારમાં યોગ્ય ભાવ મેળવવાની જગ્યાએ માલનો ભરાવો હળવો કરવાના ચક્કરમાં વેપારીઓ મોટા નુકસાન તરફ ધકેલાઈ રહ્યા છે. અંદરોઅંદરની સ્પર્ધા બની માથાનો દુખાવો, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં દબાણ આંતરરાષ્ટ્રીય બજારમાં લેબગ્રોન હીરાની ખૂબ સારી માગ હોવા છતાં સુરતના જ કેટલાક વેપારીઓ દ્વારા ઓછા ભાવે થતા અનિયંત્રિત સપ્લાયથી આખી માર્કેટ ભારે દબાણ હેઠળ આવી ગઈ છે. બજારનો એક મોટો વર્ગ યોગ્ય ભાવ પકડી રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ અમુક વેપારીઓ અંદરોઅંદર સસ્તા ભાવે માલ બજારમાં ઠાલવી દેતાં ભાવનું ધોવાણ થઈ રહ્યું છે. આ અસંતુલનને કારણે વેપારમાં અસ્થિરતા આવી ગઈ છે અને નફો અદ્રશ્ય થઈ રહ્યો છે. 2 વર્ષમાં 20થી 25% રત્નકલાકારો ઘટ્યા, કારીગરોની સ્થિતિ કફોડી ઉત્પાદન ખર્ચ સરભર કરવા માટે કારખાનેદારો દ્વારા મજૂરીમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે, જેની સીધી અને માઠી અસર રત્નકલાકારો પર પડી રહી છે. આ ગંભીર મુદ્દે બાબુભાઈ વાઘાણીએ ચેતવણી આપતાં ઉમેર્યું હતું કે, "નવા રત્નકલાકારો તૈયાર થતા નથી અને છેલ્લા 2 વર્ષમાં જ 20થી 25% જેટલા રત્નકલાકારો ઘટી ગયા છે. ભલે ટેકનોલોજીના કારણે ઉત્પાદન ઘટ્યું નથી, પરંતુ જો ટેકનોલોજીની સામે કુશળ કારીગરો ઘટશે તો ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીને 100% મોટી તકલીફ પડશે." આ સ્થિતિના કારણે કારીગરો અન્ય વ્યવસાયો તરફ વળવા મજબૂર બન્યા છે. ઉદ્યોગને બચાવવા સુરતમાં એસોસિએશનની તાકીદની બેઠક યોજાઈ લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં ચાલી રહેલી આ ગંભીર ખેંચતાણ અને ભાવના અસંતુલનને રોકવા માટે એસોસિએશન દ્વારા આજે 7 સપ્ટેમ્બરે સાંજે 5:00 વાગ્યે કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ હોલ ખાતે વેપારીઓ, મેન્યુફેક્ચરર્સ અને દલાલ ભાઈઓનું વિશાળ સ્નેહમિલન યોજવામાં આવ્યું . એસોસિએશનમાં હાલ 1500થી 2000 જેટલા સભ્યો છે. બાબુભાઈ વાઘાણીએ તમામ વેપારીઓને અપીલ કરી છે કે ઉદ્યોગમાં એકતા જાળવીને પોલિશ્ડના યોગ્ય ભાવ લેવામાં આવે જેથી મેન્યુફેક્ચરર્સથી લઈને રત્નકલાકારો સુધી તમામ વર્ગ કમાઈ શકે અને ઉદ્યોગનો વિકાસ અવિરત ચાલુ રહે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCનો સપાટો:દિલ્હીથી બોગસ બિલ બનાવનાર ઝડપાયો, ધરપકડનો આંકડો 40 પર પહોંચ્યો
    Next Article
    શ્રાવણના છેલ્લા સોમવારે ફૂલનાથ મહાદેવનો અલૌકિક શણગાર:લીંબડીના છોટા કાશીમાં ભક્તોની ભારે ભીડ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment