Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંજુસર પોલીસ ઊંઘતી ઝડપાઈ ને દારૂ અડ્ડા પર SMC ત્રાટકી:આસોજથી 3295 બોટલ અને ટીન જપ્ત, 21 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, બે વોન્ટેડ

    2 days ago

    વડોદરા ગ્રામ્ય જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આસોજ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે વિદેશી દારૂ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 11 લખના વિદેશી દારૂ સાથે કુલ 21 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે બે ઈસમોને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે બે ઈસમો ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મકાન અને પાર્કિંગમાંથી 3295 બોટલ અને ટીન જપ્ત આસોજ ગામની જલારામનગર સોસાયટીમાં આરોપી મોહિત અબ્બાસભાઈ વહોરાના નિવાસસ્થાને તેમજ તેના ઘરના પાર્કિંગ વિસ્તારમાં SMCની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાન અને પાર્કિંગમાંથી 3295 બોટલ અને ટીન વિદેશી દારૂ તથા બિયર મળી આવ્યા હતાં. પોલીસે આ ઉપરાંત 5 વાહનો અને 5 મોબાઈલ મળી કુલ રૂપિયા 21,79,483ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. બે શખ્સ ઝડપાયા અને બે ફરાર કાર્યવાહી દરમિયાન વસાવા મુલજીભાઈ મંગળભાઈ (રહે. આસોજ) અને મહેશ સીતાજી વણજારા (રહે. મંજુસર)ને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય આરોપી મોહિત અબ્બાસભાઈ વહોરા અને પ્રકાશ પુનાભાઈ ગોહિલ હાલ ફરાર છે. તેમની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે. મંજુસર પોલીસ ઊંઘતી ઝડપાઈ ને દારૂ અડ્ડા પર SMC ત્રાટકી વડોદરા શહેર અને જિલ્લામાં ગેરકાયદે વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરી વિરુદ્ધ એસએમસી દ્વારા અવારનવાર આવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સ્થાનિક પોલીસ અને પોલીસની ખાનગી એજન્સીઓ સામે અનેક સવાલો ઉભા થતા હોય છે. આ મામલે મંજુસર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આજે શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સમાં 1300 પોઈન્ટની તેજી:74,000 પર ટ્રેડિંગ, નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો ઉછાળો; બેન્કિંગ-ઓટો સેક્ટરમાં સૌથી વધુ ખરીદી
    Next Article
    ખજોદ ડમ્પિંગ સાઈટ પર 52 દિવસમાં ફરી આગ:ભીષણ આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા દેખાયા, ફરી કચરા કૌભાંડ ગાજશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment