Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 52 પ્રશ્નો રજૂ કરાયા:કલેક્ટરે અરજદારોની રજૂઆતો સાંભળી, અધિકારીઓને ત્વરિત ઉકેલ લાવવા સૂચના આપી

    1 day ago

    સાબરકાંઠા કલેક્ટર કચેરીમાં બુધવારે કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. નાગરિકો દ્વારા કુલ 52 પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરાઈ. અરજદારોએ દબાણ હટાવવા, જમીન માપણી, સર્વે નંબર, રી-સર્વે મંજૂરી, જર્જરિત પાણીની ટાંકી દૂર કરવા, ગટરના પાણીના નિકાલ, પ્લોટ ફાળવણી અને કચરાના નિકાલ જેવા પ્રશ્નો રજૂ કર્યા. કલેક્ટર સાંદુએ રજૂઆતો ધ્યાનથી સાંભળી. તેમણે અધિકારીઓને સૂચના આપી કે, નાગરિકોની સમસ્યાઓ સંવેદનશીલતાથી સાંભળી કાયદા મુજબ તેનો ઝડપી અને કાયમી ઉકેલ લાવવામાં આવે. આ કાર્યક્રમનો હેતુ સમસ્યાઓનું સમયસર નિરાકરણ છે. જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    પતિની અંતિમ ઈચ્છાથી પત્નીનું 10 કરોડની 25 વીઘા ભૂમિનું મહાદાન:પાટણના ચડાસણા ગામના ગંગાબેને ગૌશાળા માટે વાળીનાથ ધામને અર્પણ કરી જમીન, મહંત જયરામગીરીબાપુના હસ્તે ભૂમિપૂજન
    Next Article
    સૌરવ-આશુતોષને 9 દિવસ બાદ જામીન મળ્યા:જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા; આ પહેલાં હાઈકોર્ટમાં અરજી કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment