Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરના વલાસણા-વિજાપુર હાઇવે પર SMCનો દરોડો:26 લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    7 hours ago

    ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) જી.એસ. મલિકે આપેલી આકરા આદેશો બાદ સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે મહેસાણા જિલ્લામાં મોટી ધાડ પાડી છે. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વલાસણા-વિજાપુર હાઇવે રોડ પર સરદાર નગર કેનાલ નજીક નવા બની રહેલા પુલીયા પાસે SMC ની ટીમે સફળ દરોડો પાડી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ₹11 લાખથી વધુનો દારૂ અને ગાડી સહિત ₹26.08 લાખનો મુદ્દામાલ કબ્જે SMCના પો.સબ.ઈન્સ. એસ.વી. ગળચર અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે પાડેલા આ દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની આશરે 100 પેટીઓ મળી આવી હતી. પોલીસે કુલ 2,514 બોટલ (કિંમત ₹11,03,346) કબ્જે કરી છે. દારૂના જથ્થા સાથે પરિવહન માટે વપરાયેલ વાહન અને અન્ય સામગ્રી મળીને પોલીસે કુલ ₹26,08,346 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની લાઈન ચલાવનાર સહિત 7 વોન્ટેડ પોલીસે ઘટનાસ્થળેથી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના ડીગામ ઢાકોની ઢાણી ખાતે રહેતા પ્રકાશચંદ શ્રીરામજી બિશ્નોઇ (ઢાકા) નામના એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ દારૂની લાઇન ચલાવનાર મુખ્ય સૂત્રધાર અનિલ જગદિશપ્રસાદ પાંડયા (રહે. સીકર, રાજસ્થાન), શંકરલાલ ઉર્ફે સુમીત જાટ, સુરેશ, નરેશ ઉર્ફે નરશા બિશ્નોઇ (ક્લીનર) તેમજ દારૂનો જથ્થો મંગાવનાર, ભરી આપનાર અને ફોર્ચ્યુનર કારના માલિક સહિત અન્ય 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ આ સમગ્ર નેટવર્ક અંગે SMC દ્વારા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SMC ની આ સપાટાબંધ કામગીરીથી બૂટલેગરોમાં ફાળ પડી છે, અને હાલ પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Jharkhand के CM Hemant Soren का इस्तीफा होगा? JPSC Students Protest | Ranchi Protest
    Next Article
    વડોદરામાં જગદીશ ફરસાણના નામે મોટી છેતરપિંડી:રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક અને ડેટાની ચોરી, વેબસાઈટ અને નામ ચોરી કરી ગ્રાહકો સાથે ફ્રોડ કર્યું, જનમહલમાં દુકાન ધરાવતા પિતા-પુત્ર સામે ફરીયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment